નવી દિલ્હી: મહારાષ્ટ્રના યવતમાલ શહેરમાં અનેક વિકાસ કાર્યક્રમોના શિલાન્યાસ કર્યા બાદ આયોજિત એક રેલીને કરેલા સંબોધનમાં પીએમ મોદીએ ફરીથી એકવાર પુલવામા હુમલાનો ઉલ્લેખ કરીને દેશવાસીઓને આશ્વાસન આપ્યું. તેમણે કહ્યું કે મેં ગઈ કાલે પણ કહ્યું હતું અને આજે ફરીથી દોહરાવી રહ્યો છું. પુલવામાના શહીદોનું બલિદાન એળે જશે નહીં. પીએમ મોદીએ કહ્યું કે આતંકી સંગઠનોએ, આતંકના આકાઓએ જે ગુનાહ કર્યો છે, તેઓ ગમે તેટલું છૂપાઈ જવાની કોશિશ કરે પરંતુ તેમને સજા જરૂર મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યંત ભયાનક હતો પુલવામા હુમલો, શહીદ જવાનોના મૃતદેહોની ઓળખ આ રીતે કરવી પડી


રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આપણે આપમઆ સુરક્ષાદળોના પરાક્રમ પર ગર્વ અને ભરોસો કરીએ છીએ. સૈનિકોમાં અને ખાસ કરીને સીઆરપીએફમાં જે ગુસ્સો છે તે દેશ પણ સમજી રહ્યો છે અને આથી જ સુરક્ષાદળોને ખુલ્લી છૂટ અપાઈ છે. તેમણે કહ્યું કે હું જાણું છું કે અત્યારે આપણે કેવી ઊંડી વેદનામાંથી પસાર થઈ રહ્યાં છીએ. પુલવામામાં જે કઈ થયું, આતંકીઓની હરકતને લઈને તમારો આક્રોશ હું સમજી શકું છું. 


પીએમ મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રના પણ 2 વીર સપૂતોએ દેશની સેવા કરતા કરતા પુલવામામાં પોતાના પ્રાણોની આહૂતિ આપી છે. જે પરિવારોએ પોતાના લાલ ગુમાવ્યાં છે તેમની પીડાનો હું સારી પેઠે અનુભવ કરી શકું છું. આપણા બધાની સંવેદનાઓ તેમની સાથે છે. 


પુલવામા હુમલાના કાવતરાખોર આતંકી ગાઝીનું લોકેશન ટ્રેસ, 'આ' જગ્યાએ છૂપાઈને બેઠો છે


પાકિસ્તાન આતંકનું બીજુ નામ
પીએમ મોદીએ કહ્યું કે ભાગલા બાદ અસ્તિત્વમાં આવેલો એક દેશ, જ્યાં આતંકને પનાહ અપાય છે, તે આજે દેવાળીયા થવાની કગારે ઊભો છે. તે આતંકનું બીજુ નામ બની ચૂક્યો છે. તેમણે કહ્યું કે દેશને હું ફરીથી ભરોસો અપાવું છું કે ધૈર્ય રાખો. તમારા જવાનો પર ભરોસો રાખો. પુલવામાના ગુનેહગારોને સજા કેવી રીતે અપાશે, ક્યાં અપાશે, ક્યારે અપાશે,  કયા પ્રકારે અપાશે તે બધુ આપણા જવાનો નક્કી કરશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...