નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આત્મનિર્ભર નારી-શક્તિ કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે ઉદ્યોગસાહસિકો માટે 1625 કરોડની રકમ જારી કરી. પીએમ મોદીએ દીનદયાળ અંત્યોદર યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનથી જોડાયેલ મહિલા સ્વ-સહાયતા સમૂહોના મહિલા સભ્યો સાથે વાતચીત કરી અને દેશને સંબોધિત કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યુ- મહિલાઓની ઉદ્યોગસાહસિકતાનો શ્રેણી વિસ્તારવા માટે, આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં વધુ ભાગીદારી માટે આજે મોટી આર્થિક મદદ જાહેર કરવામાં આવી છે. ફૂડ પ્રોસેસિંગ સાથે જોડાયેલા ઉદ્યોગસાહસિકો હોય, મહિલા કિસાન ઉત્પાદક સંઘ હોય કે પછી બીજી સ્વયં સહાયતા સમૂહ, બહેનોના આવા લાખો સમૂહો માટે 1600 કરોડથી વધુની રકમ મોકલવામાં આવી છે. 


વિપક્ષની પદયાત્રા પર BJP નો પલટવાર, કહ્યું- તેમણે સંસદને સડક બનાવી દીધી


PM મોદીએ આગળ કહ્યુ કે, આઝાદીના 75 વર્ષોનો આ સમય નવા લક્ષ્યો નક્કી કરવા અને નવી ઉર્ઝા સાથે આગળ વધવાનો છે. સરકાર સતત તે સ્થિતિ બનાવી રહી છે જ્યાં તમે બધી બહેનો આપણા ગામડાને સમૃદ્ધિ અને સંપન્નતાથી જોડી શકો છો. 


આ દરમિયાન પીએમ મોદીએ મધ્યપ્રદેશના માસ્ટર કૃષિ સખી ચંપા સિંહ સાથે સંવાદ કર્યો. માસ્ટર કૃષિ સખી ચંપા સિંહ વિભિન્ન રાજ્યોમાં કૃષિ સખીના રૂપમાં ખેતી કરનારનો સહયોગ કરી ચુક્યા છે. સમૂહ સાથે જોડાઈને તે સ્વયં આત્મનિર્ભર થયા છે. તેમણે પોતાના ગામ, જિલ્લા અને પ્રદેશની સાથે અન્ય પ્રદેશોમાં પણ આજીવિકા માટે સારી કૃષિ ટેક્નોલોજી, જૈવિક પદ્ધતિને અપનાવવા માટે સમૂહ સભ્યો અને ખેડૂતોને જાગૃત કર્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube