નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  (Narendra Modi) આજે (રવિવાર) સવારે દિલ્હીમાં સ્થિત રકાબગંજ ગુરૂદ્વાર પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂદ્રારામાં સિખોના 9મા ગુરૂ તેજ બહાદુરને નમન કર્યા હતા. પીએમ મોદીએ ગુરૂના સર્વોચ્ચ બલિદાન માટે શ્રદ્ધાંજલિ આપી હતી. આ પણ વાંંચો: ખેડૂત આંદોલનને ગુજરાતનો પડકાર, બટાકા બાદ મકાઇનું કોન્ટ્રાક્ટ ફાર્મિગ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુરૂદ્રારાનો પ્રવાસ અચાનક થયો. પહેલાંથી આ કાર્યક્રમ નક્કી નથી. રકાબગંજ ગુરૂદ્વારા પહોંચી પીએમ મોદીએ માથું ટેક્યું હતું. પીએમ મોદીએ ગુરૂ તેગ બહાદુરને યાદ કર્યા હતા. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રકાબગંજ ગુરૂદ્વારાનો ફોટો પણ ટ્વિટર પર શેર કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું 'આ ગુરૂ સાહિબની વિશેષ કૃપા છે કે અમે અમારી સરકારના કાર્યકાળ દરમિયાન શ્રી ગુરૂ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વના વિશેષ અવસરને ઉજવીશું. આવો આપણે બધા આ ધન્ય અવસરને ઐતિહાસિક રીતે ઉજવવામાં આવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube