Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ 6 મહિનામાં આવશે મોટો રાજકીય ભૂકંપ, કઈ તરફ છે આ સંકેત?
PM Modi in West Bengal: પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ 6 મહિનાની અંદર જ દેશના રાજકારણમાં મોટો ભૂકંપ આવશે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ...
Lok Sabha Election 2024: પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ 6 મહિનાની અંદર જ દેશના રાજકારણમાં મોટો ભૂકંપ આવશે. તેમણે કહ્યું કે બંગાળની મમતા બેનર્જી સરકાર રાજ્યની ડેમોગ્રાફી બદલવામાં લાગી છે. પીએમ મોદીએ કહ્યું કે, તમારો એક મત દેશના રાજકારણની દિશા બદલી નાખશે. 4 જૂન બાદ આગામી 6 મહિનામાં એક મોટો રાજકીય ભૂકંપ આવશે.
પીએમ મોદીએ કહ્યું કે વંશવાદી રાજનીતિના ભરોસો ચાલનારા અનેક રાજકીય પક્ષો આપોઆપ ખતમ થઈ જશે. તેમના પોતાના જ કાર્યકરો થાકી ગયા છે. તેઓ પોતે જાણે છે કે દેશ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે અને તેમની પાર્ટીઓની શું સ્થિતિ છે. જો કે તેમણે એ ખુલીને ન કહ્યું કે તેઓ કયા રાજકીય ભૂકંપની વાત કરી રહ્યા છે.
દક્ષિણ 24 પરગણા જિલ્લાના કાકદ્વિપમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ આ વાત કરી. અહીં તેમણે ભાજપના ત્રણ બેઠકોના ઉમેદવારો માટે પ્રચાર કર્યો. આ દરમિયાન ડાઈમન્ડ હાર્બર, મથુરાપુર અને જોયનગરના ભાજપના ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે મમતાની સરકાર તૃષ્ટીકરણનું રાજકારણ કરે છે, સંતો પર હુમલો થાય છે. આ ઉપરાંત કેન્દ્રીય યોજનાઓને પણ રોકવામાં આવે છે. બંગાળમાં ઝડપથી ઘૂસણખોરી વધી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે આ લોકો ઈચ્છે છેકે ઘૂસણખોરો આવીને બંગાળમાં વસી જાય.
તેમણે કહ્યું કે ઘૂસણખોરો બંગાળના યુવાઓના હાથમાંથી તકો છીનવી રહ્યા છે. તેઓ તમારી જમીન અને સંપત્તિઓ પડાવી રહ્યા છે. સમગ્ર દેશમાં તેને લઈને ચિંતા છે. સરહદી વિસ્તારોની ડેમોગ્રાફી બદલાઈ રહી છે. આખરે ટીએમસી CAA નો વિરોધ કેમ કરે છે અને જૂઠ્ઠાણું કેમ ફેલાવે છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદી છેલ્લા તબક્કા માટે પ્રચાર કરી રહ્યા ચે. જે હેઠળ બંગાળની પણ 9 બેઠકો માટે મતદાન થશે. આ સીટોમાં કોલકાતા, દક્ષિણ 24 પરગણા, અને ઉત્તર 24 પરગણા સીટો સામેલ છે. નોંધનીય છે કે 2019ની ચૂંટણીમાં ભાજપે બંગાળમાં 18 સીટો જીતી હતી. આ તેમના માટે મોટો આંકડો હતો. આવામાં તે ઈચ્છશે કે આ વખતે તેના કરતા પણ આગળ વધે.
પીએમ મોદીએ પ્રચાર દરમિયાન કહ્યું કે લોકસભા ચૂંટણીમાં આ બંગાળમાં મારી છેલ્લી રેલી છે. ત્યારબાદ હું ઓડિશા જઈશ. કાલે પ્રચારનો છેલ્લો દિવસ છે. અત્રે જણાવવાનું કે પ્રચારના છેલ્લા દિવસે પીએમ મોદી પંજાબમાં રહેશે. પીએમ મોદીએ મંગળવારે કોલકાતામાં રોડ શો કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube