જયપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જયપુરની મુલાકાતે છે. પીએમ મોદીના આ પ્રવાસ માટે રાજસ્થાન સરકર દ્વારા કડક વ્યવસ્થા કરવામાં આવી. આ અગાઉ પીએમ મોદીએ અહીં 12 યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. પીએમ મોદીએ આ સાથે જનસંવાદ રેલીને સંબોધન કરતા કહ્યું કે રાજસ્થાન અમારા પર સ્નેહ વરસાવતું રહ્યું છે. રાજસ્થાનમાં સન્માન અને પોતાનાપણું મળે છે. રાજસ્થાન ઝડપથી કામ કરી રહ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ અગાઉની સરકારો ઉપર પણ આકરા પ્રહારો કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીના સંબોધનના અંશ:


રાજસ્થાનમાં અઢી કરોડ જનધન ખાતા ખુલ્યાં.
ખેડૂતોની આવક બમણી કરવાનો પ્રયત્ન છે. 
અમારા કામકાજની રીતને બિરદાવાય છે.
5 કરોડ લોકો ગરીબી મુક્ત થયાં.
સરકારે એમએસપી વધારીને 1950 કરી છે. 
અનેક વર્ષો બાદ પાકનું મબલખ ઉત્પાદન થયું.
રિફાઈનરીને લઈને ઝડપથી કામ થઈ રહ્યું છે. 
નેતાઓના નામ પર ફક્ત પથ્થરો લગાવવામાં આવતા હતાં.
ચાર વર્ષ પહેલાની શું સ્થિતિ હતી, તે તમે અંદાજો લગાવી શકો છો. 
વીરોની ધરતીને હું નમન કરું છું.
વડીલોને તીર્થ યોજનાઓનો લાભ મળી રહ્યો છે. 
ભાજપની સરકારનો એક જ એજન્ડા છે... વિકાસ, વિકાસ, વિકાસ.
રાજસ્થાન બમણી તાકાતથી કામ કરી રહ્યું છે.
લોકોની આંખોમાં ચમક અને વિશ્વાસ દેખાય છે. 
અન્ન ઉત્પાદન કે દેશની રક્ષા પડકાર
મને 2100 કરોડની યોજનાઓનો શિલાન્યાસ કરવાનો અવસર મળ્યો.
વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે રાજસ્થાન.
રાજસ્થાનમાં સન્માન, પોતાનાપણું મળે છે.
પીએમ મોદીએ સંબોધન શરૂ કર્યું.
ખેડૂતોએ ઉપહાર સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું.
પીએમ મોદીના સ્વાગત માટે મંચ પર પહોંચ્યા 12 યોજનાઓના લાભાર્થીઓ અને ખેડૂત સમુદાય.
શ્રમિક કલ્યાણ બોર્ડના લાભાર્થીઓ બાંસવાડાના વ્યોમ પ્રકાશે જણાવી પોતાની વાત.
સ્કૂટી વિતરણના લાભાર્થી ભરતપુર નિવાસી મનીષાએ પણ કર્યો સંવાદ.
સ્કિલ ઈન્ડિયાના લાભાર્થી નાગોર નિવાસી તૌફીક અહેમદે વીડિયો દ્વારા કર્યો સંવાદ.
વડાપ્રધાન મુદ્રા યોજનાના લાભાર્થી ભરતપુરની ઉર્મિલા સૈનીએ કર્યો સંવાદ.



ભામાશાહ સ્વાસ્થ્ય વીમા યોજનાના લાભાર્થી લાડપુરા નિવાસી અનિતા કુમારીએ જણાવી પોતાની વાત.
પાલનહાર યોજનાના લાભાર્થી બીકાનેર નિવાસી રાજકુમારી સ્વામીએ કર્યો સંવાદ
મુખ્યમંત્રી રાજશ્રી યોજનાના લાભાર્થી માલવીય નગર નિવાસી લક્ષ્મી (માતા દિવ્યાંશી)એ કર્યો સંવાદ.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના લાભાર્થી સાંગાનેર નિવાસી જગદીશ (પિતા કંગના મેઘવાલના પિતા) સાથે સંવાદ.
લાભાર્થીઓએ પીએમ મોદી સાથે વીડિયો દ્વારા કર્યો સંવાદ.


અલગ અલગ પરિયોજનાઓનો શુભારંભ


જૂના ઉદયપુર માટે એકીકૃત સંરચના પેકેજ અજમેર માટે એલિવેટેડ રોડ પરિયોજના.
ધોલપુર, નાગોર, અલવર તથા જોધપુરમાં એસટીપીનો ઉન્નયન, બુંદી, અજમેર અને બીકાનેર જિલ્લામાં વડાપ્રધાન આવાસ યોજના (શહેરી) હેઠળ પરિયોજનાઓ શરૂ
અજમેર, ભીલવાડા, બીકાનેર, હનુમાનગઢ, સીકર તથા માઉન્ટ આબુમાં જલાપૂર્તિ તથા સીવરેજ પરિયોજનાઓ થશે શરૂ.
પીએમ મોદીએ કર્યું 2100 કરોડની પરિયોજનાઓનું અનાવરણ.
ગૃહમંત્રી ગુલાબ ચંદ કટારિયાએ લાભાર્થીઓનું કર્યું સ્વાગત, શરૂ કર્યું સંબોધન.



સીએમ વસુંધરા રાજે અને રાજ્યપાલ કલ્યાણ સિંહે પીએમ મોદીનું કર્યું સ્વાગત.
મંચ પર પહોંચ્યા પીએ મોદી.
અમરૂદો કે બાગ રવાના થયા પીએમ મોદી.
સવાઈ માનસિંહ સ્ટેડિયમ પહોંચ્યા પીએમ મોદી મોદી