કારગિલ વિજય દિવસ સમારોહમાં બોલ્યા PM મોદી- યુદ્ધ સરકારો નથી લડતી, સમગ્ર દેશ લડે છે
ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં થઇ રહેલા કારગિલ વિજય દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાજર રહ્યા હતા.
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી ખાતે આવેલા ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે કારગિલ વિજય દિવસ સમારોહમાં પીએમ મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહ હાજર રહ્યા હતા. અહિંયા પ્રધાનમંત્રી અને રક્ષામંત્રીએ પ્રદર્શનકારીઓને જોયા હતા. અહિંયા વડાપ્રધાન મોદીએ કારગિલમા શહિદ થનારા સૈનિકોને નમન કર્યું હતું.
આ સમારોહમાં સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કારગિલના શૂરવીરોને નમન કરતા કહ્યું કે, 20 વર્ષ પહેલા જે વીરગાથા લખવામાં આવી તે આવાનારી પેઢીઓને પ્રેરણા આપે છે. પીએમ મોદીએ કહ્યું કે, આ સાંજ ઉત્સાહ ભરે છે, વિજયનો સ્વાદ ભરે છે. અને ત્યાગ તથા સમર્પણ સાથે શૂરવીરો માટે માથુ ઝુકાવવાની પ્રેરણા આપે છે, તેમણે કહ્યું કે, કારગિલની જીત દેશના સંકલ્પ અને સામર્થ્યની જીત છે. આ દેશના અનુશાશનની જીત છે.
પીએમ મોદીએ કહ્યું કે, હુ ત્યારે કારગિલમાં હતો જ્યારે યુદ્ધ ચરમ સીમાંએ હતું. ત્યારે મે તે સમયે સૈનિકોને એક સાથે એકઠા થયેલા જોયા છે. કારગિલ વિજયનું સ્થળ મને તીર્થસ્થળની અનુભૂતિ કરાવે છે. આખો દેશ સૈનિકો માટે તૈયાર થયો હતો. યુવાનો રક્તદાન કરવા માટે તૈયાર થઇ ગયા હતા. બાળકોએ તેમના ગલ્લાઓ પણ તોડીને મદદ કરવા માટે આગાળ આવ્યા હતા.
1999માં આપણે પાકિસ્તાનની છાતી પર પ્રહાર કર્યો હતો
સૌનિકો માટે વન રેન્ક વન પેન્શન યોજના અમારી સરકારે લાગુ કરી છે. આ વખતે પણ અમે સરકાર બનતાની સાથે જ સૈનિકોના બાળકોને મળતી સ્કોલરશીપમાં વધારો કર્યો છે. અમે દેશની વોર મેમોરિયલ સમર્પિત કરી છે. પાકિસ્તાને હંમેશા આપાણી સાથે કપટ કર્યું છે. પરંતુ 1999માં આપણે પાકિસ્તાનની છાતી પર પ્રહાર કર્યો હતો.
પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે હુ ઇઝરાયલ જવ છું ત્યારે ત્યાની સરકાર અમને આપણા સૈનિકોના ફોટા દેખાડે છે. ફ્રાંન્સ સરકાર બીજા વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોના બલિદાનને યાદ કરે છે. રાષ્ટ્ર હિત માટેનું કાર્ય કોઇના પ્રભાવ કે દબાણ અને ના તો કોઇના અભાવને કારણે અટકશે. સુરક્ષા માટે અમારી સરકારે દરેક પગલા ભર્યા છે અને ભરતા રહીશું. સમુદ્રની સીમાં જ્યાં સુધી છે ત્યા સુધી અમે આપણા અધિકારીઓનો ઉપયોગ કર્યો છે. સેનાને અમે આધુનિક બનાવા જઇ રહ્યા છીએ. સેનાને આવનાર સમયમાં આધુનિક સામના મળી જશે. અમે આધુનિક શસ્ત્રો મંગાવી રહ્યા છીએ.
સીમા પર વસવાટ કરી રહેલા લોકોને સ્થળાંતર કરવું પડી રહ્યું છે. પણ અમારી સરાકાર સ્થિતિ બદલી રહી છે. તેમની સુરક્ષા માટે અમે સક્ષમ છીએ. બોર્ડર પર વસવાટ કરતા લોકો માટે સુરક્ષાની વ્યવસ્થા ઉભી કરી છે.
જુઓ LIVE TV: