મોદીએ કહ્યું- `આજે કોંગ્રેસમાં એવા લોકો છે જેમને ભારતના ઇતિહાસની ખબર નથી`
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે રણમાં પીએમ પ્રદેશમાં પહોંચી ગયા છે. ચામરાજનગરમાં જનસભાને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેંદ્ર મોદી પોતાના પહેલી ચૂંટણી સભામાં કહ્યું કે દિલ્હીમાં કર્ણાટકની ચૂંટણીના સમાચારો આવતા રહે છે.
બેંગલુરૂ: કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે રણમાં પીએમ પ્રદેશમાં પહોંચી ગયા છે. ચામરાજનગરમાં જનસભાને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેંદ્ર મોદી પોતાના પહેલી ચૂંટણી સભામાં કહ્યું કે દિલ્હીમાં કર્ણાટકની ચૂંટણીના સમાચારો આવતા રહે છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અહીં ભાજપની હવા ચાલી રહી છે, પરંતુ પોતાની પહેલી સભામાં ભીડ જોઇને કહી શકું છું કે હવા નહી આંધી ચાલી રહી છે.
ચામરાજનગરમાં વડપ્રધાને પોતાના ભાષણની શરૂઆત કન્નડ ભાષામાં કરી. વડાપ્રધાને કહ્યું કે દિલ્હીમાં કર્ણાટકની ચૂંટણીના સમાચારો આવે છે કે ભાજપની હવા ચાલી રહી છે, આજે મારી પહેલી જનસભા છે અને એવું લાગી રહ્યું છે કે કર્ણાટકમાં ભાજપની આંધી ચાલી રહી છે. વડાપ્રધાને કહ્યું કે આજે મજદૂર દિવસ છે, મહેનત કરનારા લોકોએ જ આ દેશને બનાવ્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષે તોડી મર્યાદા
નરેંદ્ર મોદીએ કહ્યું આજે મજદૂર દિવસ છે, મહેનત કરનારા લોકોએ જ આ દેશને બનાવ્યો છે. તેમણે કહ્યું કે 28 એપ્રિલની તારીખ દેશના ઇતિહાસમાં નોંધવામાં આવે છે કારણ કે હવે આખા દેશના બધા ગામડામાં વિજળી પહોંચી ગઇ છે. તેમણે કહ્યું કે જે 18000 ગામમાં વિજળી ન હતી, હવે આજે ત્યાં વિજળી પહોંચી ગઇ છે. આપણા કોંગ્રેસના નવા અધ્યક્ષ અતિ ઉત્સાહમાં ક્યારેક ક્યારેક પોતાની મર્યાદા તોડી દે છે. જો તેમના મોંઢામાંથી દેશના મજૂરો માટે સારા શબ્દો કાઢે તો સારું. વડાપ્રધાને કહ્યું કે હવે અમારું લક્ષ્ય દરેક ઘરમાં વિજળી પહોંચાડવાનું છે.
રાહુલને ખબર નથી દેશનો ઇતિહાસ
નરેન્દ્ર મોદીએ કહ્યું કે જે લોકો અમને ગાળો ભાંડે છે કે હું તેમને પૂછવા માંગુ છું કે શું કારણ છે કે આઝાદીના 70 વર્ષ બાદ અપણ ઘણા કરોડ ઘરોમાં વિજળી નથી. પીએમે કહ્યું કે હજુ 25 કરોડ પરિવારોમાંથી 4 કરોડ પાસે વિજળી નથી. અમે તેમને વિજળી આપીશું. મોદીએ કહ્યું કે આજકાલ કોંગ્રેસ પાસે એવી લિડરશિપ છે જેમને દેશના ઇતિહાસની ખબર નથી. જેમને વંદેમાતરમના ગૌરવની ખબર નથી. ના તો તેમને કોઇ મહાપુરૂષ વિશે ખબર નથી. કોંગ્રેસના નેતા મનમોહન સિંહજી આદેશનો અનાદર કર્યો, તેમના નિર્ણયને પત્રકાર સભામાં ફાડી દેવામાં આવ્યો.
અમે પહોંચાડીશું ગામડામાં વિજળી
વડાપ્રધાને રેલીમાં કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મનમોહન સિંહની વાત નથી માનતા, પરંતુ કમ સે કમ પોતાની માતાની વાત તો માની લો. તમારા માતાજીએ 2005માં કહ્યું હતું કે 2009 સુધી દરેક ઘરમાં વિજળી પહોંચાડવામાં આવશે. પરંતુ 2014 સુધી તમે કશું ન કર્યું. પરંતુ આજે કોંગ્રેસના નેતા દેશના મજૂરોની મજાક ઉડાવે છે. વડાપ્રધાને કહ્યું કે કર્ણાટકમાં 2014માં 39 ગામ એવા હતા જ્યાં વિજળી પહોંચી ન હતી, તે બધા ગામમાં આજે કેંદ્ર સરકારની યોજના હેઠળ વિજળી પહોંચી ગઇ. પરંતુ કોંગ્રેસને જવાબ આપવા માટે આ પહેલાં 10 વર્ષમાં ફક્ત બે ગામમાં વિજળી પહોંચી હતી.
કોંગેસ અધ્યક્ષ 15 મિનિટ બોલે તો પણ મોટી વાત
વડાપ્રધાને કહ્યું કે જો કોઇ નેતા અથવા સંસદ અથવા બહાર કંઇ કહે છે તો લોકતંત્રમાં તે વાતોને ગંભીરતાથી લેવી લેવી જોઇએ. પીએમ વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે મને પડકાર ફેંક્યો કે હું સંસદમાં 15 મિનિટ બોલીશ તો મોદીજી બેસી પણ નહી શકે. તે 15 મિનિટ બોલશે તે પણ એક મોટી વાત છે અને હું બેસી નહી શકું, તો મને યાદ આવે છે કે શું સીન છે.
હાથમાં કાગળ લીધા વિના બોલીને બતાવે
વડાપ્રધાને કહ્યું કે અમે કોંગ્રેસના અધ્યક્ષ સામે બેસી ન શકીએ. તમે નામદારો છે અમે કામદાર છીએ. અમે તો સારા કપડાં પણ પહેરી શકતા નથી તમારી સામે કેવી રીતે બેસી શકીએ. કર્ણાટક ચૂંટણીમાં તમે કન્નડ, હિંદી અથવા પછી તમારી માતાની માતૃભાષા (ઇટલી)માં હાથમાં કાગળ લીધા 15 મિનિટ સુધી પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવશો તો પણ મોટી વાત કહેવાશે. પરંતુ પોતાના ભાષણમાં લગભગ 5 વાર વિશ્વસરૈયાજીના નામનો ઉલ્લેખ જરૂર કરજો.
બચવા માટે બે સીટ પરથી લડી રહ્યાં છે સિદ્ધારમૈયા
મોદીએ કહ્યું કે કર્ણાટકમાં 2+1 નો ફોર્મૂલા ચાલી રહ્યો છે, આ બધુ કોંગ્રેસના ફેમિલી ફોર્મૂલાનું કર્ણાટક વર્જન છે. આ ક્યારેક ક્યારેક જાગનારા અહીંના સીએમનું રાજકીય પગલું છે. સિદ્ધારમૈયા પોતે સીટો પરથી ચૂંટણી લડી રહ્યાં છે ક્યાંકથી તો બચી જ્શે. પોતે જ્યાંથી પહેલાં લડી રહ્યાં હતા ત્યાં પુત્રને મોકલી આપ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે જ્યાં પણ કોંગ્રેસ હોય છે ત્યાં ગુના થાય છે, ભ્રષ્ટાચાર થાય છે અને વિકાસ અટકી જાય છે.
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનું કામ અટકવું, લટકવું અને ભટકવું છે. અમારો ટાર્ગેટ છે કે 2022 સુધી દેશના બધા ખેડૂતોની આવક બમણી કરીશું. સરકાર સતત તે તરફ પગલાં ભરી રહી છે.
ચામરાજનગર જિલ્લાના સાંથેમરહલ્લીમાં આયોજિત રેલીમાં યેદિયુરપ્પાએ કહ્યું કે તે સ્પષ્ટ કરવા માંગે છે કે ભાજપ, જેડીએસ સાથે કોઇ ગઠબંધન નહી કરે. અમે પૂર્ણ બહૂમત સાથે સરકાર બનાવીશું. યેદિરુપ્પાએ કહ્યું કે કોંગ્રેસ 50 સીટ પણ જીતી શકશે નહી, તો ભાજપ રાજ્યમાં 150થી વધુ સીટો જીતશે.