નવી દિલ્હી/ચુરાભંડાર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીની મુલાકાત લેશે. અહીં તેઓ રાષ્ટ્રીય રાજમાર્ગ 31ના ફલાકાતા-સલસલાબાડી ખંડને ચાર લેનમાં કરવા અંગે ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન કાર્યાલયથી જાહેર કરાયેલા એક નિવેદન મુજબ રાષ્ટ્રીય રાજમાર્ગનો આ 41.7 કિમી લાંબો ખંડ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં આવે છે અને આ માટે અંદાજે 1938 રૂપિયાનો ખર્ચ થશે. નિવેદનમાં કહેવાયું છે કે મોદી જલપાઈગુડીમાં હાઈ કોર્ટની નવી સર્કિટ બેન્ચનું પણ ઉદ્ધાટન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાજુ જલપાઈગુડીના ચુરાભંડારથી આવેલા અહેવાલ મુજબ મોદી શુક્રવારે અહીં એક સાર્વજનિક રેલીને પણ સંબોધશે. એક જ અઠવાડિયામાં રાજ્યમાં મોદીની આ ત્રીજી રેલી હશે. જો કે તેમના રેલીના સ્થળ માટે મંજુરીને લઈને ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપ પણ થઈ રહ્યાં છે. 


સીબીઆઇ કોલકાતા કમિશ્નર રાજીવ કુમારની 9 ફેબ્રુઆરીએ શિલોંગમાં કરશે પુછપરછ


અત્રે જણાવવાનું કે હાલમાં જ મમતા બેનરજીએ કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની શારદા ચિટ ફંડ કૌભાંડમાં સીબીઆઈ પૂછપરછનો વિરોધ કરીને ધરણા ધર્યા હતાં. મમતા સરકારે આ સિવાય પણ રાજ્યમાં ભાજપના અનેક દિગ્ગજ નેતાઓને રેલી કરતા રોક્યા છે. ભાજપના સૂત્રો મુજબ મોદી જિલ્લામાં આ મંચનો ઉપયોગ બેનર્જીના આરોપને જડબાતોડ જવાબ આપવા માટે કરશે અને ચૂંટણી અગાઉ પાર્ટીના કાર્યકર્તાઓમાં જોશ પણ ભરશે. 


ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યાં મુજબ પાર્ટી કાર્યકર્તાઓને સંદેશ આપવા ઉપરાંત અમને એવી પણ આશા છે કે મોદીજી તૃણમૂલ કોંગ્રેસના ગેરબંધારણીય ધરણાને પણ યોગ્ય જવાબ આપશે. ભાજપે ગત લોકસભા ચૂંટણીમાં રાજ્યની 42 બેઠકોમાંથી ફક્ત બે સીટો જીતી હતી. પરંતુ પાર્ટી અધ્યક્ષ અમિત શાહે આ વખતે આ 42 બેઠકોમાંથી 23 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ભાજપના અન્ય નેતાઓની જેમ જ પાર્ટીને જલપાઈગુડીમાં પણ વડાપ્રધાન મોદીની સભા માટે સ્થળ શોધવા માટે પરેશાની થઈ હતી. 


જલપાઈગુડીની સરકારી કોલેજ અને તેની પાસેના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા લિમિટેડના મેદાન માટે મંજૂરી ન મળતા પાર્ટીએ જલપાઈગુડી શહેરથી લગભગ 20 કિમી દૂર ખેતીની જમીન ભાડે લઈને સભાનું આયોજન કરવું પડ્યું. ભાજપના રાજ્ય મહાસચિવ રાજુ બેનર્જીએ આરોપ લગાવ્યો કે તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ બસ સંચાલકોને ચેતવણી આપી રહ્યાં છે કે ભગવા પાર્ટી સમર્થકોને તમારી ગાડીઓમાં બેસાડીને રેલીના સ્થળે ન લઈ જતા. જો કે તૃણમૂલ કોંગ્રેસે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યાં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...