નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભા (Jharkhand Assembly Election 2019)ના ચૂંટણી પરિણામો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી આવનારા સમયમાં ઝારખંડની જનતા સાથે જોડાયેલા મુદ્દાને સરકારની સામે ઉઠાવશે. પીએમ મોદીએ ચૂંટણીમાં મહેનત કરવા માટે પાર્ટી કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું, 'હું ઝારખંડના લોકોનો ધન્યવાદ આપુ છું કે તેમણે ભાજપને ઘણા વર્ષો સુધી રાજ્યની સેવા કરવાનો અવસર આપ્યો. હું પાર્ટીના મહેનતું કાર્યકર્તાઓની પણ તેના પ્રયાસો માટે પ્રશંસા કરુ છું. અમે આવનારા સમયમાં રાજ્યની સેવા અને લોકોને કેન્દ્રીત મુદ્દા ઉઠાવીશું.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....