Morbi Bridge News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીના અવસરે ગુજરાતના કેવડિયા પહોંચ્યા. અહીં પીએમ મોદીએ સરદાર પટેલને નમન કર્યા અને તેમની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પ અર્પણ કર્યા. કેવડિયામાં સંબોધન કરતા પીએમ મોદીએ મોરબીમાં ઘટેલી ગોઝારી દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું. 


મોરબી દુર્ઘટનાથી વ્યથિત થયા પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે હું એક્તા નગરમાં છું, મારું મન મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે. એક બાજુ કરુણાથી ભરેલું પીડિત હ્રદય છે તો બીજી બાજુ કર્તવ્ય પથ છે. જે લોકોએ પોતાનું જીવન ગુમાવવું પડ્યું છે હું તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. સરકાર દરેક રીતે પીડિત પરિવારોની સાથે છે. ગુજરાત સરકાર ગઈ કાલ સાંજથી જ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને દરેક શક્ય મદદ થઈ રહી છે. NDRF અને સેના તૈનાત છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube