નવી દિલ્હી: દેશના વિવિધ ભાગોને ગુજરાતના કેવડિયા (Kevadia) સાથે જોડાતી આઠ ટ્રેનોને રવિવારના લીલી ઝંડી આપવામાં આવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) નાની રેલ લાઈનો પર ચાલતી ધીમી ગતિની ટ્રેનોમાં તેમની જૂની યાત્રાઓને યાદ કરી. મોદીએ કાર્યક્રમ બાદ કહ્યું કે, આ ટ્રેનોને (Narrow gauge train) લીલી ઝંડી આપ્યા બાદ તેમની ટ્રેન યાત્રાની જૂની યાદો તાજા થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમએ નાની લાઈનનો અનુભવ કર્યો શેર
પીએમ નરેન્દ્ર મોદીએ (Narendra Modi) કહ્યું કે, ઘણા ઓછા લોકો બરોડાથી (Vadodara) ડાભોઈની વચ્ચે નાની રેલ લાઈન (Narrow gauge train) વિશે જાણતા હશે. હું આ નાની લાઈન દ્વારા યાત્રા કરતો હતો. મજાની વાત એ છે કે, તે સમયે ટ્રેન એટલી ધીમી ચાલતી હતી કે, તમે કોઈપણ જગ્યાએ આરામથી ઉતરી-ચઢી શકતા હતા.


આ પણ વાંચો:- રેલવેના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે અલગ અલગ જગ્યાઓથી 8 ટ્રેનોને લીલીઝંડી બતાવાઈ


ટ્રેનની સાથે પગપાળા ચાલી શકતા હતા
પીએમ મોદીએ (Narendra Modi) વધુમાં કહ્યું કે, તમે ટ્રેનની સાથે થોડીવાર સુધી ચાલી પણ શકતા હતા અને એવું લાગતું હતું કે, તમારી (ચાલવાની) સ્પીડ તે ટ્રેનથી વધારે છે. હું પણ ક્યારેક તેનો આનંદ લેતો હતો.


આ પણ વાંચો:- Naredra Modi ની ગુજરાતને આજે વધુ એક ભેટ, દેશના 6 રાજ્યોમાંથી Statue of Unity સુધી ટ્રેન દોડશે


પીએમ મોદીએ કર્યું 8 ટ્રેનોનું ઉદ્ધાટન
મોદીએ કહ્યું કે, આ આઠ ટ્રેન આ જનજાતીય ક્ષેત્રમાં પર્યટનને વધારવામાં મદદ કરશે અને દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સુધી પહોંચ વધારશે, જેનું તેમણે ઓક્ટોબર 2018માં સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જયંતી પર ઉદ્ધાટન કર્યું હતું.
(ભાષા ઇનપુટ)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube