નવી દિલ્હી : સાઉદી અરબના પ્રિંસ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદ મંગળવારે બે દિવસની ભારત યાત્રાએ પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ  તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરીને કહ્યું કે, પ્રોટોકોલ તોડીને વડાપ્રધાન મોદીએ સ્વયં સઉદી અરબના પ્રિન્સનું સ્વાગત કર્યું હતું. સઉદી અરબના પ્રિન્સની આ પ્રથમ દ્વિપક્ષીય યાત્રા પર છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન પ્રાયોજીત આતંકવાદ રહેશે મુખ્ય મુદ્દો
આ યાત્રા દરમિયાન પાકિસ્તાન પ્રાયોજીત આતંકવાદનો વિષય એક મહત્વનો મુદ્દો રહેશે.  સાથે જ બંન્ને દેશ સંરક્ષણ સંબઁધોમાં વધારા અંગે પણ ચર્ચા કરશે, જેમાં સંયુક્ત નૌસેના અભ્યાસનો સમાવેશ થાય છે. અધિકારીક સુત્રોએ જણાવ્યું કે, દક્ષિણ એશિયાની મુલાકાતની શરૂઆતમાં રવિવારે ઇસ્લામાબાદ ખાતે પહોંચેલા પ્રિન્સ સોમવારે સઉદી અરબ પરત ફરી ગયા હતા. ભારતે તેમની પાકિસ્તાન યાત્રાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. 



સઉદી અરબના પ્રિન્સ એવા સમયે ભારતની યાત્રા પર આવ્યા છે જ્યારે થોડા જ દિવસો પહેલા પાકિસ્તાન ખાતે આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે સીઆરપીએફનાં કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો હતો જેમાં 40 સુરક્ષા કર્મચારીઓ શહીદ થઇ ગયા હતા. વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર સઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અજીજ અલ સૌદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર ભારત આવ્યા છે. ભારતની તેઓ પ્રથમ અધિકારીક મુલાકાતે છે.