PM મોદીએ બહેરીનમાં 200 વર્ષ જુના મંદિરના પુન:નિર્માણ યોજનાનો શુભારંભ કરાવ્યો
મનમા ખાતે 200 વર્ષ જુના મંદિરનું 42 લાખ ડોલરનાં ખર્ચે 45 હજાર વર્ગફુટ વિસ્તારમાં ત્રણ માળનું ભવન નિર્માણ કરવામાં આવશે
મનામા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બહેરીનની રાજધાની મનામાં ખાતે ભગવાન શ્રીકૃષ્ણનાં 200 વર્ષ જુના મંદિરનાં પુનનિર્માણ માટે 42 લાખ ડોલરની યોજનાને શનિવારે શુભારંભ કર્યો. મનામામાં શ્રીનાથજી મંદિરનું પુનનિર્માણ કાર્ય આ વર્ષે આરંભ કરવામાં આવશે. મનામા ખાતે આ મંદિરને 42 લાખ ડોલરનાં ખર્ચે 45 હજાર વર્ગફુટ વિસ્તારમાં 3 માળનું ભવન સાથે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. શનિવારે તેઓ અહીં પહોંચ્યા હતા. તેઓ બહેરીનની યાત્રા કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે.
વડાપ્રધાન મોદીએ આ અંગે એક ટ્વીટ પણ કર્યું. તેમણે પોતાનાં ટ્વીટમાં લખ્યું કે, બહેરીનનાં શ્રીનાથજી મંદિરમાં ત્રણ કલાક પસાર કર્યા. આ ક્ષેત્રનાં સૌથી જુના મંદિરોમાંથી એક છે. આ ભારત અને બહેરીન વચ્ચે મજબુત સંબંધોનું પ્રદર્શન કરે છે.
બહેરીનથી ફ્રાંસ રવાના થયા વડાપ્રધાન મોદી
ખાડી દેશ બહેરીનની પોતાની પ્રથમ મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે જી7 સમ્મેલનમાં હિસ્સો લેવા માટે ફ્રાંસ રવાના થયા હતા. આ દરમિયાન હવાઇમથક પર બહેરીનનાં ઉપવડાપ્રધાન, મોહમ્મદ બિન મુબારક અને ખાલિદ બિન અબ્દુલ્લાએ મોદીને વિદાય આપી હતી.અહીંથી તેઓ જી7 સમ્મેલનમાં ભાગ લેવા માટે ફ્રાંસ પરત ફર્યા હતા.