પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ બાળકો માટે લાભ જાહેર કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે આજે હું પ્રધાનમંત્રી તરીકે નહીં પરંતુ તમારા પરિવારના એક સભ્ય તરીકે તમારી સાથે વાત કરી રહ્યો છું. આજે બાળકોની વચ્ચે આવીને મને ખુબ શાંતિ મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે હું જાણું છું કે કોરોનાના કારણે જેમણે પોતાના લોકોને ગુમાવ્યા છે તમના જીવનમાં આવેલો આ ફેરફાર કેટલો કપરો છે. જીવન આપણને અનેકવાર અણધાર્યા વળાંક પર લાવીને ઊભા કરી દે છે. ક્યારેય કલ્પના પણ ન કરી હોય તેવી પરિસ્થિતિઓનો સામનો કરાવે છે, હસતાં હસતાં અચાનક અંધારું છવાઈ જાય છે. કોરોનાએ અનેક લોકોના જીવનમાં, અનેક પરિવારની સાથે કઈંક આવું જ કર્યું છે. 


તેમણે કહ્યું કે જે જતા રહે છે તેમની આપણી પાસે બસ ગણતરીની યાદો રહી જાય છે પરંતુ જે  રહી જાય છે તેમની સામે પડકારોનો ખડકલો થઈ જાય છે. આવા પડકારોમાં પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન્સ તમારા જેવા કોરોના પ્રભાવિત બાળકોની મુશ્કેલીઓ ઓછી કરવાનો એક નાનકડો પ્રયત્ન છે. પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન એ વાતનું પણ પ્રતિબિંબ છે કે દરેક દેશવાસી પૂરી સંવેદનશીલતાથી તમારી સાથે છે. મને સંતોષ છે કે બાળકોના સારા અભ્યાસ માટે તેમના ઘરની પાસે જ સરકારી કે પ્રાઈવેટ શાળાઓમાં તેમનો પ્રવેશ થઈ ચૂક્યો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube