જે કોંગ્રેસના પોતાના નેતાની કોઈ ગેરંટી નથી, તે મોદીની ગેરંટી પર સવાલ ઉઠાવે છે- PM મોદી
પીએમ મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર જવાબ આપ્યો. આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું.
પીએમ મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર જવાબ આપ્યો. આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે આતંકવાદ અને અલગાવવાદને પોતાના હિતમાં ઉછરવા દીધા. પાર્ટીએ દેશની જમીનનો એક મોટો ભાગ દુશ્મનોના હવાલે કરી દીધો. જે કોંગ્રેસે દેશની સેનાઓનું આધુનિકીકરણ થતા અટકાવ્યું, એ આજે અમને રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સુરક્ષા માટે ભાષણ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના રાજમાં નક્સલવાદ દેશ માટે મોટો પડકાર બન્યો.
આવી તક ફરી ક્યારે મળશે...ખડગે પર કટાક્ષ
પીએમ મોદીએ કહ્યું કે લોકશભા ચૂંટણી 2024માં કોંગ્રેસને 40 સીટ પણ મળવાની નથી. રાજ્યસભામાં પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે મલ્લિકાર્જૂન ખડગે ઘણીવાર સુધી રાજ્યસભામાં બોલ્યા અને હું વિચારતો હતો કે તેમને આટલીવાર સુધી બોલવાની તક કેવી રીતે મળી અને પછી મને અહેસાસ થયો કે બે વિશેષ કમાન્ડર ત્યાં નહતા તો તેમણે તેનો ફાયદો ઉઠાવ્યો. મને લાગે છે કે ખડગેજીએ એ ગીત તો સાંભળ્યું જ હશે..'એસા મૌકા ફીર કહાં મિલેગા...'
મારો અવાજ તમે દબાવી શકશો નહીં, તૈયારી સાથે આવ્યો છું
રાજ્યસભામાં પીએમ મોદીએ કહ્યું કે, ખડગેજીને ચોગ્ગા છગ્ગા મારવામાં મજા આવતી હતી. તેમણે એનડીએને 400 સીટોના આશીર્વાદ આપ્યા. તેમના આશીર્વાદ સર આંખો પર. પીએમ મોદીએ કહ્યું કે જૂના સદનમાં દેશના પ્રધાનમંત્રીનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરાયો હતો. પરંતુ મારો અવાજ તમે દબાવી શકશો નહીં. દેશની જનતાએ આ અવાજને તાકાત આપી છે. આ વખતે હું પૂરી તૈયારી સાથે આવ્યો છું.
પીએમ મોદીએ કહ્યું કે જે કોંગ્રેસે સત્તાની લાલચમાં સરેઆમ લોકતંત્રનું ગળું દબાવી દીધુ, જે કોંગ્રેસે ડઝનો વખત લોકશાહી રીતે આવેલી સરકારોને રાતોરાત બરખાસ્ત કરી નાખી હતી, જે કોંગ્રેસે અખબારો પર તાળા મારવાની કોશિશ કરી હતી, દેશને હવે તોડવાનું નરેટિવ તે કોંગ્રેસે બનાવવાનું શરૂ કરી દીધુ છે. હવે દેશને ઉત્તર-દક્ષિણમાં તોડવાના નિવેદનો આવી રહ્યા છે.
મોદીની ગેરંટી પર સવાલ ઉઠાવી રહ્યા છે
જે કોંગ્રેસે ઓબીસીને અનામત ન આપ્યું. જેણે સામાન્ય વર્ગના ગરીબોને અનામત ન આપ્યું. જેણે બાબા સાહેબને ભારત રત્ન યોગ્ય ન ગણ્યા. જે કોંગ્રેસે ફક્ત પોતાના પરિવારને ભારત રત્ન આપ્યો. તે કોંગ્રેસ અમને સામાજિક ન્યાયના પાઠ ભણાવી રહી છે. જે કોંગ્રેસના પોતાના નેતાની કોઈ ગેરંટી નથી, તેમની નીતિની કોઈ ગેરંટી નથી તેઓ મોદીની ગેરંટી પર સવાલ ઉઠાવી રહ્યા છે.
કોંગ્રેસે નરેટિવ ફેલાવ્યું, જેનું પરિણામ એ આવ્યું કે ભારતની સંસ્કૃતિ અને સંસ્કારોને માનનારા લોકોને હિનભાવથી જોવા લાગ્યા. આ પ્રકારે આપણા ભૂતકાળ સાથે અન્યાય કરવામાં આવ્યો. તેમનું નેતૃત્વ ક્યાં રહેતું હતું તે દુનિયા સારી પેઠે જાણે છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રસ પાર્ટીની સોચ પણ આઉટડેટેડ થઈ ગઈ છે. જ્યારે સોચ જ આઉટડેટેડ થઈ ગઈ હોય તો તેમણે તેમનું કામકાજ પણ આઉટસોર્સ કરી નાખ્યું છે.
જુઓ Video