નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમ પર શનિવારે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોના ટાસ્ક ફોર્સ અને પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારી સામેલ થયા હતા. પ્રધાનમંત્રીએ અધિકારીઓને કહ્યુ કે, વેક્સિનની ઉપલબ્ધતા નક્કી કરવામાં આવે. સાથે પીએમ મોદીએ ડિસેમ્બર સુધી દેશવાસીઓનું રસીકરણ કરવાનો લક્ષ્ય આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં રસીકરણની સ્થિતિ
ભારતમાં કોવિડ રસીકરણનો આંકડો 31 કરોડને પાર પહોંચી ચુક્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે. રિપોર્ટ અનુસાર રસીકરણનું નવું અભિયાન 21 જૂનથી શરૂ થયું અને શુક્રવારે 60 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. 


વેક્સિનેશનની ગતિ જળવાય રહે
પ્રધાનમંત્રી મોદીએ દેશમાં ચાલી રહેલ રસીકરણ અભિયાનની વધતી સ્પીડ પર સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ભારતમાં કોરોના સંકટને જોતા રસીકરણની ગતિમાં વધુ ઝડપ લાવવાની જરૂર છે. 


ટેસ્ટિંગ પર પણ રહેશે ધ્યાન
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આપણે તે પણ ધ્યાન રાખવાની જરૂર છે કે કોરોના ટેસ્ટની ગતિ ધીમી થવા દેવી નથી. તેમણે કહ્યું કે કોઈપણ વિસ્તારમાં કોરોના વાયરસના વધતા સંક્રમણની જાણકારી મેળવવા માટે ટેસ્ટિંગ ખુબ જરૂરી હથિયાર છે. 


આ પણ વાંચોઃ શું મહાગઠબંધનમાં સામેલ થશે LJP? ચિરાગે કહ્યુ- તેજસ્વી મારો નાનો ભાઈ


મંત્રાલયે કહ્યું કે, શુક્રવારે 18-44 ઉંમર વર્ગના 35.9 લાખથી વધુ લોકોને રસીના પ્રથમ ડોઝ અને  77,664 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆતથી અત્યાર સુધી દેશમાં આ ઉંમર વર્ગના  7.87 કરોડ લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 17.9 લાખ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube