ટોક્યોઃ ક્વાડ સંમેલનમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના ટોક્યોમાં છે. તેમણે અહીં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યુ કે, મને માખણ પર રેખા દોરવામાં મજા નથી આવતી, હું પથ્થર પર રેખા દોરુ છું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, મને સંસ્કાર જ એવા મળ્યા છે કે હંમેશા મોટા પડકારો અને લક્ષ્ય માટે કામ કરૂ છું. પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા કહ્યુ કે, ભારત જ્યારે આઝાદીના 75 વર્ષનો જશ્ન મનાવી રહ્યું છે તો આવનારા 25 વર્ષોનું યોજના પણ તૈયાર કરી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યુ કે, અમે મોટા સંકલ્પો લીધા છે જે મુશ્કેલ લાગે છે. પરંતુ મનને જે સંસ્કાર મળ્યા છે અને જે લોકોએ મારૂ ઘડતર કર્યુ છે, તેનાથી મારી એક આદત પડી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીયોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, મને માખણ પર રેખા ખેંચવામાં મજા નથી આવતી, હું પથ્થર પર રેખા ખેચું છું. પ્રધાનમંત્રીએ કહ્યુ કે છેલ્લા બે વર્ષમાં ગ્લોબલ સપ્લાય ચેનને નુકસાન પહોંચ્યું છે. તેના પર સવાલો ઉભા થયા છે. અમે આ સંકટથી બચવા માટે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યાં છીએ. અમારૂ આ રોકાણ ભારત માટે જ નહીં વિશ્વ માટે છે. પીએમ મોદીએ કહ્યુ કે, દુનિયાને અનુભવ થઈ રહ્યો છે કે ભારત જે ગતિ અને સ્કેલ પર કામ કરી રહ્યું છે, તે અભૂતપૂર્વ છે. 


પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યુ કે, આપણા લોકોની વિશેષતા છે કે આપણે કર્મભૂમિ સાથે તનમનથી જોડાઈ જઈએ છીએ. પરંતુ માતૃભૂમિ સાથે પણ જોડાવ રહે છે, તેનાથી ક્યારેય દૂર થતા નથીં. આ આપણું સૌથી મોટુ સામર્થ્ય છે. પીએમ મોદીએ કહ્યુ કે, જ્યારે વિવેકાનંદ જી પોતાના ઐતિહાસિક સંબોધન માટે શિકાગો જઈ રહ્યા હતા તે પહેલા તેઓ જાપાન આવ્યા હતા. જાપાને તેમના મગર પર ઉંડો પ્રભાવ છોડ્યો હતો. જાપાનના લોકોની દેશભક્તિ, જાપાનના લોકોનો આત્મવિશ્વાસ, સ્વચ્છતા માટે જાપાનના લોકોની જાગરૂકતાની તેમણે પ્રશંસા કરી હતી. 


આ પણ વાંચોઃ મંદિર ભગવાનનું ઘર, મસ્જિદ માત્ર પ્રાર્થનાની જગ્યા, જ્ઞાનવાપી પર સુપ્રીમમાં નવી અરજી   


ભારતીય સમુદાયને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યુ કે ભારત અને જાપાન નેચરલ પાર્ટનર છે. ભારતની વિકાસ યાત્રામાં જાપાનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. પીએમ મોદીએ કહ્યુ કે, જાપાન સાથે અમારો સંબંધ સહયોગનો છે, આત્મિયતાનો છે, સન્માનનો છે, સંકલ્પનો છે. આ સંબંધ બૌદ્ધનો છે, બુદ્ધનો છે, ધ્યાનનો છે, જ્ઞાનનો છે. 


પીએમ મોદીએ કહ્યુ કે, આજની દુનિયાએ બુદ્ધના વિચારો પર, તેમણે દેખાડેલા માર્ગે ચાલવાની જરૂર છે. દુનિયાને પડકાર, અરાજકતા, હિંસા, આતંકવાત, અને માનવતાને બચાવવાનો આ માર્ગ છે. ભારત ભાગ્યશાળી છે કે તેમને ભગવાન બુદ્ધના પ્રત્યક્ષ આશીર્વાદ મળ્યા છે. તેમના વિચારોને આત્મસાત કરી ભારત સતત માનવાની સેવા કરી રહ્યું છે. પડકાર ગમે એટલો મોટો હોય ભારત સતત સમાધાન શોધી કાઢે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube