હિન્દુત્વની વિચારધારાથી લોકોને જોડવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરો: PM મોદી
મોદીએ તેમના સંદેશમાં બીજા વિશ્વ હિન્દુ કોંગ્રેસને કહ્યું હતું કે, વિવિધ પ્રાચિન મહાકાવ્યો અને ગ્રંથોને ડિજિટલ ફોર્મેટમાં લાવીને, યુવા પેઢી તેમની સાથે વધુ સારી રીતે જોડાઈ શકે છે
શિકાગો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે, હિન્દુ દર્શનની વિવિધ પાસાઓ દુનિયાની સામે હાજર ઘણી સમસ્યાઓને ઉકેલ લાવી શકાય છે. સાથે તેમણે કહ્યું હતું કે, હિન્દુત્વના વિચારોથી લોકોને જોડવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. મોદીએ તેમના સંદેશમાં બીજા વિશ્વ હિન્દુ કોંગ્રેસને કહ્યું હતું કે, વિવિધ પ્રાચિન મહાકાવ્યો અને ગ્રંથોને ડિજિટલ ફોર્મેટમાં લાવીને, યુવા પેઢી તેમની સાથે વધુ સારી રીતે જોડાઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, "આગામી પેઢી માટે આ મહાન સેવા હશે.’’
મોદીએ કહ્યું હતું કે, ટેક્નોલોજીના યુગમાં હું ખાસ કરીને આ કોન્ફરન્સના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓને વિનંતી કરું છું કે તેઓ એવા માર્ગોનો વિચાર કરે જેના ઉપયોગથી હિન્દુત્વના વિચારથી વધુને વધુ લોકોને જોડી શકે છે. સમ્મેલનના ઉદ્ધાટન સત્રમાં 60થી વધુ દેશોમાંથી લગભગ 2500 પ્રતિનિધિઓ અને હિન્દુ નેતાઓ જોડાયા હતા.
મોદીએ તેમના સંદેશમાં આશા વ્યક્ત કરી હતી કે, સમ્મેલનમાં આ વાત પર વિચાર કરવામાં આવે કે ભારતે તેના જ્ઞાનના પ્રાચીન ખજાના મારફતે બૌદ્ધિક અને સાંસ્કૃતિક રીતે વિશ્વની સાથે વધુ સારી રીતે જોડાઇ શકે છે. તેનો હેતુ અમારી ભવિષ્યની પેઢીને સારી રહેવા અને આગળ વધવા માટે કેવી સમજણ વિકસિત કરી શકે અને ભાગીદારી કરી શકે છે.
આ સંદેશ પ્રતિષ્ઠિત ભારતીય અમેરિકન ભારત બરાઇ દ્વારા વાંચવામાં આવ્યો હતો. મોદીએ કહ્યું ‘‘આ સમ્મેલન જે પ્રકારમાં વિચારકો, વિદ્વાનો, બૌદ્ધિકો, જ્ઞાનાત્મક વિચારકોને એક સાથે લાવ્યા છે તે પ્રશંસનીય છે.’’ વડાપ્રધાનએ જણાવ્યું હતું કે હિન્દુત્વ માનવજાતિના ઇતિહાસમાં સૌથી જૂનું છે.
તેમણે કહ્યું હતું કે હિન્દુ દર્શનના વિભિન્ન પાસાઓમાં અમે તેમની સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે. જેને વિશ્વને આજે બાંધી રાખ્યું છે. મોદીએ જણાવ્યું હતું કે, તેમને આ વાતની પ્રસન્નતા છે કે આ સમ્મેલન શિકાગોમાં થઇ રહ્યું છે. જે પ્રત્યેક ભારતીયને ગૌરવાન્વિત ક્ષણની યાદ અપાવી રહ્યું છે જ્યારે સ્વામી વિવેકાનંદે 1892માં ‘વિશ્વ ધર્મ સંસદ’ને સંબોધિત કર્યું હતું. તે પણ 125 વર્ષ પહેલા સપ્ટેમ્બર મહિનામાં.
(ઇનપુટ ભાષાથી)