યોગ અનુશાસન અને સમર્પણ છે, જેનું પાલન જીવનભર કરવાનું હોય છે: PM મોદી
વિશ્વ યોગ દિવસ પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાંચીના પ્રભાત તારા મેદાનમાં આયોજિત યોગ અભ્યાસ કાર્યક્રમમાં સામેલ થયાં. આ દરમિયાન ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂ, મુખ્યમંત્રી રઘુવર દાસ, આયુષ મંત્રી શ્રીપદ નાઈક સહિત હજારો લોકો હાજર હતાં.
રાંચી: વિશ્વ યોગ દિવસ પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાંચીના પ્રભાત તારા મેદાનમાં આયોજિત યોગ અભ્યાસ કાર્યક્રમમાં સામેલ થયાં. આ દરમિયાન ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂ, મુખ્યમંત્રી રઘુવર દાસ, આયુષ મંત્રી શ્રીપદ નાઈક સહિત હજારો લોકો હાજર હતાં. લોકોને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે દેશને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ. તેમણે કહ્યું કે આજે આ પ્રભાત તારા મેદાન વિશ્વના માનસપટલ પર ચમકી રહ્યું છે. આજે લાખો લોકો દેશ અને દુનિયામાં અલગ અલગ જગ્યાએ યોગા કરી રહ્યાં છે. આ દરમિયાન તેમણે મીડિયાની ભૂમિકાને પણ બીરદાવી.
યોગ દિવસની લાઈવ અપડેટ્સ માટે કરો ક્લિક...
વધુ વિગતો માટે જુઓ વીડિયો...