લોકસભા ચૂંટણી હવે નજીક છે ત્યારે તે પહેલા પીએ મોદીએ કહ્યું કે લોકોની પસંદ ભારતીય જનતા પાર્ટી છે. જનતા વચ્ચે એ વાત પર સામાન્ય સહમતિ છે કે દેશને ગઠબંધનની સરકારની જરૂર નથી. કારણ કે આવી સરકારોના દોરમાં આશાઓને  ઝટકો મળ્યો અને દુનિયામાં ભારતની છબી ખરાબ થઈ. ભાજપ તરફથી ત્રણ મુખ્ય રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીઓ તરીકે નવા ચહેરા સામે લાવવા પર તેમણે આ નિવેદન આપ્યું. ઈન્ડિયા ટુડેને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે આ એક તાજી પ્રવૃત્તિ જેવું લાગી શકે છે પરંતુ આ પાર્ટી માટે કઈ નવું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે વાસ્તવમાં તેઓ ભાજપની અંદર આ પરંપરાનું સૌથી સારું ઉદાહરણ છે. મોદીએ કહ્યું કે જ્યારે તેઓ ભાજપના મુખ્યમંત્રી બન્યા તો તેમની પાસે કોઈ પ્રશાસનિક અનુભવ નહતો અને તેઓ વિધાનસભા માટે પણ ચૂંટાયા નહતા. અત્રે જણાવવાનું કે નરેન્દ્ર મોદી વર્ષ 2001માં કેશુભાઈ પટેલ બાદ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. સીએમ બન્યાના 4 મહિના બાદ તેઓ વિધાનમંડળ માટે ચૂંટાયા હતા. પીએમ મોદીએ કહ્યું કે આજે મોટાભાગની અન્ય પાર્ટીઓ પરિવારવાદી પાર્ટીઓ ચે અને તેમને આ લોકતાંત્રિક મંથન કપરું લાગે છે. 


ભાજપ કેડર આધારિત પાર્ટી
પીએમ મોદીએ કહ્યું કે ભાજપ કેડર આધારિત પાર્ટી છે. જે એક સ્પષ્ટ મિશનથી પ્રેરિત છે. તેમાં એકજ સમયમાં નેતૃત્વની અનેક પેઢીઓને સાથે લઈને ચાલવાની ક્ષમતા છે. જ્યારે એવું પૂછવામાં આવ્યું કે ભાજપ કોઈ પણ મોટા  દક્ષિણી અને પૂર્વ રાજ્યમાં શાસન નથી કરી રહી તો પ્રધાનમંત્રીએ દેશમાં પાર્ટીના વધતા જનાધાર તરફ ઈશારો કરતા કહ્યું કે જ્યાં અમારી પાર્ટીને સમર્થન નથી તેની સાથે દેશને કોઈ લેવાદેવા નથી. કેરળમાં સ્થાનિક સંસ્થાઓથી લઈને અનેક રાજ્યોમાં પ્રમુખ વિપક્ષી દળ હોવા સુધી અમારી પાર્ટી લોકો વચ્ચે મજબૂત કામ કરી રહી છે. 


ગઠબંધન સરકારની જરૂર નથી
પીએમ મોદીએ  કહ્યું કે ભાજપ 16 રાજ્યોમાં સત્તામાં છે અને 6માં પ્રમુખ વિપક્ષી દળ છે. પીએમ મોદીએ કહ્યું કે ભાજપ 6 પૂર્વોત્તર રાજ્યોમાં સરકારમાં છે જેમાં મુખ્ય રીતે ઈસાઈ બહુમતીવાળા નાગાલેન્ડ અને મેઘાલય સામેલ છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી દક્ષિણ ભારતનો સવાલ છે લોકસભા બેઠકોના મામલે અમે સૌથી મોટી પાર્ટી છીએ. આગામી લોકસભા ચૂંટણી અંગે વિશ્વાસ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે લોકો, વિશેષજ્ઞો, જનમત તૈયાર કર નારા અને મીડિયાના મિત્રો વચ્ચે પણ એ વાત પર સામાન્ય સહમતિ છે કે આપણા દેશને ગઠબંધન સરકારની જરૂર નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube