હાઈ લેવલ બેઠકમાં બોલ્યા PM મોદી- કોરોનાના આંકડા ન છુપાવે રાજ્ય, હવે ગામડા પર ધ્યાન
PM Modi Meeting On Covid-19: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં કહ્યુ કે, રાજ્યોએ કોઈ દબાવ વગર સાચા આંકડા સામે રાખવા જોઈએ. તેમણે ગ્રામીણ વિસ્તારમાં ડોર ટૂ ડોર ટેસ્ટિંગ અને સર્વેલાન્સ પર ફોકસ કરવાનું કહ્યું છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રમાણે સ્થાનીક સ્તર પર કન્ટેઈન્મેન્ટની રણનીતિથી કોવિડ-19 સંક્રમણની ચેન તોડી શકાય છે. તેમણે શનિવારે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં અધિકારીઓને આ દિશામાં કામ કરવાનું કહ્યું. પીએમ મોદીએ કહ્યુ કે, જે રાજ્યોના જિલ્લામાં પોઝિટિવિટી રેટ વધુ છે, ત્યાં આ રીત અપનાવવી પડશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) તરફથી મળેલી જાણકારી અનુસાર, પીએમ મોદીએ હાઈ-પોઝિટિવિટીવાળા વિસ્તારમાં ટેસ્ટિંગ વધારવાના પણ નિર્દેશ આપ્યા છે.
પીએમ મોદીએ કહ્યુ કે, RT-PCR અને રેપિડ ટેસ્ટ્સ દ્વારા ટેસ્ટિંગ ઝડપી કરવામાં આવે. તેમણે અધિકારીઓને કહ્યું કે, તે રાજ્યોને કોઈપણ દબાવ વગર મહામારીના સાચા આંકડા સામે રાખવા માટે પ્રોત્સાહિત કરે. પીએમે ગ્રામીણ વિસ્તારમાં સ્વાસ્થ્યની સુવિધાઓ સારી કરવા પર ભાર આપ્યો અને કહ્યું કે, ત્યાં ડોર-ટૂ-ડોર ટેસ્ટિંગ અને સર્વેલાન્સ પર ફોકસ કરવું જોઈએ.
આગામી 2 મહિનામાં મોટી માત્રામાં વેક્સીન ઉપલબ્ધ થશે, જાણો AIIMS ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ શું કહ્યું
કેન્દ્રએ આપેલા વેન્ટિલેટર્સનું થશે ઓડિટ
મોદીએ કેટલાક રાજ્યોમાં ધૂળ ખાઈ રહેલા વેન્ટિલેટર્સના રિપોર્ટો પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે તત્કાલ કેન્દ્ર સરકાર તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલા વેન્ટિલેટર્સના ઇન્સ્ટોલેશન અને ઓપરેશનને ઓડિટ કરવાનું કહ્યું છે.
અધિકારીઓએ પીએમ મોદીને આપી માહિતી
પીએમને જાણકારી આપવામાં આવી કે દેશમાં કોરોના ટેસ્ટિંગ માર્ચની શરૂઆતી દિવસોમાં 50 લાખ પ્રતિ સપ્તાહ હતી તે હવે 1.3 કરોડ પ્રતી સપ્તાહ થઈ ગઈ છે. અધિકારીઓએ ઘટતા ટેસ્ટ પોઝિટિવિટી રેટ અને વધતા રિકવરી રેટથી પણ પીએમ મોદીને માહિતગાર કરાવ્યા. વેક્સિનેશનની પ્રક્રિયા વિશે પીએમ મોદીને અપડેટ આપવામાં આવ્યું. આગળ કઈ રીતે વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે, તેના રોડમેપ પર પણ ચર્ચા કરવામાં આવી. પીએમ મોદીએ અધિકારીઓને કહ્યુ કે, રાજ્યોની સાથે મળી વેક્સિનેશનની ગતિ વધારવા પર કામ કરે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube