નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાંજે ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં ઘણા મુદ્દા પર ચર્ચા કરી. આ દરમિયાન તેમણે વિપક્ષ પર હુમલો કર્યો, પીએમ મોદીએ વિપક્ષની એકતા પર ટકાક્ષ કરતા કહ્યું કે, વિપક્ષનું ગઠબંધન વિકાસનું નહીં પરંતુ વિરાસતનું મહાગઠબંધન છે. સૌથી મોટો સવાલ છે કે તે ચૂંટણી પહેલા તુટશે કે ચૂંટણી બાદ. સંસદમાં રાહુલ ગાંધીના ગળે લગાવવા પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ કહ્યું, તે જોવાનું તમારૂ કામ છે  કે આ બાળકો જેવી હરકત છે કે નહીં.  જો તમને નિર્ણય ન લઈ શકતા હોવ તો તેમની આંખોના ઈશારાને જુઓ, જવાબ મળી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું જાતિ આધારિત અનામતને ખતમ કરવાનો કોઈ વિચાર છે? આ સવાલના જવાબમાં પીએમ મોદીએ કહ્યું, અનામત બની રહેસે. તેમાં કોઇ શંકા નથી. પીએમ  મોદીએ કહ્યું કે હું કામદાર છું. મારી આ દેશના નામદારો સાથે કોઇ તુલના ન થઈ શકે જેની એક અલગ શૈલી છે. જે નક્કી કરે છે કોની સાથે નફરત કરવી છે, ક્યારે નફરત કરવી છે અને કોને પ્રેમ કરવો છે અને તેનો કેમ દેખાડો કરવો છે. તેવામાં મારા જેવો કામદાર શું કરી શકે છે? 



જમ્મૂ-કાશ્મીરમાં પીડીપી-ભાજપ ગઠબંધન તૂટવાના સવાલ પર પીએમે કહ્યું, મુફ્તી સાહેબના દુખદ નિધન બાદ લોકોની અપેક્ષાઓ પૂરી કરવામાં અડચણ લાગી. તે માટે અમે સત્તામાંથી બહાર થવાનો નિર્ણય કર્યો. 



વડાપ્રધાન મોદીએ ઇમરાન ખાનને જીતની શુભકામના આપતા કહ્યું કે, અમને આશા છે કે પાકિસ્તાન સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિ, આતંકવાદ અને હિંસા ખતમ કરવા માટે કામ કરશે. પીએમે કહ્યું, મેં હમેશા કહ્યું છે કે અમે અમારા પાડોસી સાથે સારા સંબંધોની અપેક્ષા કરીએ છીએ. અમે તે દિશામાં ઘણા પ્રયત્નો કર્યા છે.