PM મોદીની સુરક્ષામાં ચૂકને લઇને નોંધાઇ FIR, ગૃહ મંત્રાલયે 13 અધિકારીઓને બોલાવ્યા
પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિને લઈને તપાસ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયની ટીમ ફિરોઝપુર ગઈ હતી અને ફ્લાયઓવર પર પીએમ મોદીની સુરક્ષામાં ચૂકની ઘટનાનું રિક્રિએશન કર્યું હતું.
નવી દિલ્હી: પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિને લઈને તપાસ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયની ટીમ ફિરોઝપુર ગઈ હતી અને ફ્લાયઓવર પર પીએમ મોદીની સુરક્ષામાં ચૂકની ઘટનાનું રિક્રિએશન કર્યું હતું. ત્યારબાદ ફિરોઝપુર પોલીસે કુલગઢી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે.
અજાણ્યા લોકો સામે FIR
પંજાબ પોલીસે આઈપીસીની કલમ 283 હેઠળ અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકનારાઓએ પોતાનો વીડિયો બનાવીને આ વાતની પુષ્ટિ કરી હતી, જેને ઝી મીડિયા નેટવર્ક દ્વારા પોતાની તપાસમાં બતાવ્યો હતો. કેવી રીતે ભારતીય કિસાન યુનિયન દ્વારા વડાપ્રધાન મોદીનો રસ્તો રોકવા લોકોને બોલાવીને ભીડ એકઠી કરી અને તેમણે જ લોકોને બોલાવીને સંપૂર્ણ આયોજન સાથે રસ્તો બ્લોક કરાવ્યો હતો.
આટલી મોટી સુરક્ષામાં બેદરકારીને કારણે જ્યાં એક તરફ પંજાબ સરકાર દ્વારા રચવામાં આવેલી 2 સભ્યોની ટીમ તપાસ કરી રહી છે, તો બીજી તરફ ગૃહ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી તપાસ ટીમ પણ ફિરોઝપુર પહોંચી ગઈ છે. આટલું બધું થયા પછી પણ શું કારણ છે કે પોલીસે રસ્તા રોકનારાઓ સામે કોઈ કાર્યવાહી ન કરતાં માત્ર અજાણ્યા લોકો સામે જ ગુનો નોંધ્યો છે.
કારમાં CNG Kit લગાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? ભૂલથી પણ કરશો નહી આ 4 ભૂલ
પંજાબના 13 અધિકારીઓને બોલાવ્યા
આ મામલામાં ગૃહ મંત્રાલય દ્વારા પંજાબના 13 અધિકારીઓને સમન્સ મોકલવામાં આવ્યા છે, જેમાં ડીઆઈજી અને એસએસપી રેન્કના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. મંત્રાલયે આ મામલે જવાબ આપવા માટે SSPને શનિવાર સુધીનો સમય આપ્યો છે.
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પહેલા જ આ મામલાને રાજકીય સ્ટંટ ગણાવ્યો છે અને કહ્યું છે કે આ એટલો મોટો મામલો નથી જેટલું મહત્વ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં પંજાબની પોલીસ રાજકીય દબાણમાં કામ કરી રહી હોવાનું સ્પષ્ટ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube