Rajya Sabha: પ્રધાનમંત્રીના ભાષણ દરમિયાન વિપક્ષી સાંસદોએ લગાવ્યા નારા- `મોદી-અદાણી ભાઈ-ભાઈ`
Rajya Sabha News: અદાણી મામલામાં જેસીપીની રચનાની માંગને લઈને વિપક્ષી સાંસદોએ નારેબાજી કરી. નારેબાજી પર પીએમ મોદીએ કહ્યું- માનનીય સભ્યોને હું કહીશ કે કીચડ તેની પાસે હતું મારી પાસે ગુલાબ.... જે પણ જેની પાસે હતું તેને ઉછાળ્યું.
નવી દિલ્હીઃ Narendra Modi News: રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપી રહેલા પીએમ મોદીના ભાષણ દરમિયાન વિપક્ષી સાંસદોએ ગૃહમાં વેલમાં હંગામો કર્યો હતો. અદાણી મામલામાં જેપીસીની રચનાની માંગને લઈને વિપક્ષી સાંસદોએ નારેબાજી કરી હતી. વિપક્ષે મોદી-અદાણી ભાઈ-ભાઈના નારા લગાવ્યા હતા. ગૃહમાં વિપક્ષી સાંસદોની નારેબાજીને લઈને પીએમ મોદીએ કહ્યું- હું આ સાંસદો (વિપક્ષી સાંસદો) ને કહેવા ઈચ્છુ છું કે તમે જેટલું વધુ કિચડ ઉછાળશો, કમળ એટલું વધુ ખિલશે.
રાજ્યસભામાં પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં વિપક્ષ પર હુમલો કરતા કહ્યું કે તેમની પાસે એક સમયે પંચાયતથી લઈને સંસદ સુધી તાકાત હતી, પરંતુ દેશ માટે કામ કર્યું નહીં. આજે અમારી સરકારની ઓળખ બની છે તો તેનું કારણ અમારો પુરુષાર્થ છે. અમે દરેક સમસ્યાનું સ્થાયી સમાધાન તરફ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈ પણ સમસ્યાને સ્પર્શીને ભાગનારા લોકો અમે નથી.
કોંગ્રેસ સહિત વિપક્ષી સભ્યોએ પ્રધાનમંત્રી મોદીના ભાષણની શરૂઆતથી હંગામો શરૂ કરી દીધો હતો. સાસંદ અદાણી સમૂહ વિરુદ્ધ આરોપોની તપાસ કરવા માટે જેપીસી તપાસની માંગણીને લઈને નારેબાજી કરી. હંગામા વચ્ચે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભાષણ ચાલુ રહ્યું.
આ પણ વાંચોઃ સરકારી તિજોરીમાં પડી છે ઈન્દિરાની 73 કિલો ચાંદી, 50 વર્ષ પહેલા કોણે આપી હતી ભેટ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે 60 વર્ષના કોંગ્રેસના પરિવારે ખાડા જ ખાડા કરી નાખ્યા હતા. બની શકે કે તેમનો ઈરાદો ન હોય પરંતુ તેમણે કર્યા. જ્યારે તેઓ ખાડા ખોદી રહ્યા હતા, 6 દાયકા બરબાદ કરી ચૂક્યા હતા. ત્યારે દુનિયાના નાના નાના દેશ પણ સફળતાના શિખરો સ્પર્શી રહ્યા હતા. વીતેલા દાયકાઓમાં અનેક બુદ્ધિજીવીઓએ આ સદનથી દેશને દિશા આપી છે, દેશનું માર્ગદર્શન કર્યું છે. આ દેશમાં જે પણ વાત થાય છે તે દેશ ખુબ ગંભીરતાથી સાંભળે છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકોનો વ્યવહાર અને વાણી ફક્ત સદન નહીં, પરંતુ દેશને પણ નિરાશ કરનારો છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ ફક્ત પ્રતિકવાદમાં સામેલ રહે છે, દેશની સમસ્યાઓના સ્થાયી ઉકેલ માટે તેમણે ક્યારેય પ્રયત્ન કર્યો નથી.
વિકાસની ગતિ શું છે, તેનું ખુબ મહત્વ છે
પ્રધાનમંત્રીએ કહ્યું- કોઈપણ જ્યારે સરકારમાં આવે છે તો તે દેશ માટે કેટલાક વચન આપીને આવે છે પરંતુ માત્ર ભાવનાઓ વ્યક્ત કરવાથી કામ થતું નથી. વિકાસની ગતિ શું છે, વિકાસનો પાયો, દિશા, પ્રયાસ અને પરિણામ શું છે તે ખુબ મહત્વ ધરાવે છે.
આ પણ વાંચોઃ ભારતમાં પણ હવે બ્લુ ટીક માટે દર મહિને ચૂકવવો પડશે 900 રૂપિયા ચાર્જ
પીએમ મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- 60 વર્ષ કોંગ્રેસના પરિવારે ખાડા ખાડા કરી દીધા હતા. બની શકે કે તેનો ઈરાદો ન હોય, પરંતુ તેમણે ખાડા કર્યાં. જ્યારે તે 6 દાયકા બરબાદ કરી ચુક્યા હતા... ત્યારે દુનિયાના નાના-નાના દેશો પણ સફળતાના શીખરો પર પહોંચી રહ્યાં હતા. લોકો સમસ્યાઓનો સામનો કરી રહ્યાં હતા, પરંતુ તેની પ્રાથમિકતા અલગ હતી અને તેથી, તેણે ક્યારેય સમસ્યાઓનું સ્થાયી સમાધાન શોધવાનો પ્રયાસ કર્યો નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube