PM Modi in Varanasi: પ્રધાનમંત્રી મોદીએ CM યોગીની પીઠ થપથપાવી, કહ્યું- UPમાં હવે કાયદાનું રાજ, વિકાસવાદથી ચાલે છે સરકાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે છે. વારાણસીનો આ તેમનો 27મો પ્રવાસ છે. આ 5 કલાકના પ્રવાસમાં તેમણે 1500 કરોડ રૂપિયાની ભેટ સોગાદ આપી.
વારાણસી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે છે. વારાણસીનો આ તેમનો 27મો પ્રવાસ છે. આ 5 કલાકના પ્રવાસમાં તેમણે 1500 કરોડ રૂપિયાની ભેટ સોગાદ આપી. પ્રધાનમંત્રીએ બીએચયુમાં માતૃ અને શિશુ સ્વાસ્થ્ય શાખાનું ઉદ્ધાટન પણ કર્યું. આ અગાઉ પીએમ મોદીનું વિશેષ વિમાન જ્યારે બાબતપુર એરપોર્ટ પર ઉતર્યું તો યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું. પીએમ મોદીની સ્પીચની મહત્વની વાતો જાણો.
ભોજપુરીમાં ભાષણની કરી શરૂઆત
પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત ભોજપુરી ભાષાથી કરી. તેમણે ત્રણ પંક્તિઓ કહી. તેમણે કહ્યું કે 'આપ સબ લોગન સે સીધા મુલાકાત કા અવસર મિલલ હૈ, કાશી કે સભી લોગન કૈ પ્રણામ. હમ સમસ્ત લોક કે દુખ હરૈ વાલે ભોલેનાથ, માતા અન્નપૂર્ણ કે ચરણ મે ભી શીશ ઝૂકાવત હૈ.'
પીએમ મોદીએ યોગીના કર્યા વખાણ
પીએમ મોદીએ ભાષણની શરૂઆતમાં જ કોરોનાની બીજી લહેરની વાત કરી અને આ દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથના ખુબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક મહિના આપણા બધા માટે મુશ્કેલભર્યા રહ્યા, સમગ્ર માનવજાતિ માટે ખુબ કપરા રહ્યા. કોરોના વાયરસના બદલાયેલા અને સૌથી ખતરનાક સ્વરૂપે પૂરી તાકાતથી હુમલો કર્યો હતો. પરંતુ કાશી સહિત યુપીએ પૂરા સામર્થ્ય સાથે આટલા મોટા સંકટનો સામનો કર્યો.
પીએમ મોદીએ કહ્યું કે દેશના સૌથી મોટા પ્રદેશ કે જેની વસ્તી દુનિયાના ડઝનો મોટા મોટા દેશોથી પણ વધુ હોય, ત્યાં કોરોનાની બીજી લહેરને જે પ્રકારે યુપીએ સંભાળી, કોરોના સંક્રમણને ફેલાતા રોકી તે અભૂતપૂર્વ છે. નહીં તો યુપીના લોકોએ એવો સમય પણ જોયો છે કે જ્યારે મગજનો તાવ, ઈન્સેફલાઈટિસ જેવી બીમારીઓનો સામનો કરવો કેટલો મુશ્કેલ થતો હતો. આજે ઉત્તર પ્રદેશ સમગ્ર દેશમાં કોરોનાનું સૌથી વધુ ટેસ્ટિંગ કરતું રાજ્ય છે. આજે યુપી સમગ્ર દેશમાં સૌથી વધુ રસીકરણ કરનારું રાજ્ય છે.
Corona Update: બેદરકારી આપી રહી છે ત્રીજી લહેરને આમંત્રણ!, દેશમાં વધ્યા કોરોના વાયરસના કેસ
પીએમ મોદીનો સંદેશ- યોગી સાથે કેન્દ્ર
પ્રધાનમંત્રીએ મંચ પર બેઠેલા યોગી આદિત્યનાથનું અભિનંદન કરતી વખતે તેમના નામ પહેલા જે જે શબ્દોનો ઉપયોગ કર્યો તે એક સંદેશ આપે છે. પીએ મોદીએ યોગી આદિત્યનાથ માટે કહ્યું કે યુપીના યશસ્વી, ઉર્જાવાન અને કર્મઠ મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી. આગામી વર્ષની શરૂઆતમાં યુપી વિધાનસભા ચૂંટણી પહેલા યોગીના વખાણ કરીને પીએમ મોદીએ પ્રદેશની જનતાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે યોગીને તેમનું પૂરેપૂરું સમર્થન હાંસલ છે. પ્રધાનમંત્રી મોદીનો આ સંદેશો એટલા માટે પણ મહત્વ ધરાવે છે કે થોડા દિવસ પહેલા જ સીએમ યોગીને લઈને ભાત ભાતની વાતો થઈ રહી હતી. ખાસ કરીને 5 જૂનના રોજ યોગીના જન્મદિવસની શુભેચ્છા કોઈ કેન્દ્રીય નેતૃત્વએ ન આપી તો અનેક અટકળો થઈ રહી હતી. જો કે બાદમાં યોગીની દિલ્હીમાં પીએમ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મુલાકાત થઈ અને અટકળો પર વિરામ આવી ગયું.
સમગ્ર કાશીમાં દેખાશે ગંગાની લાઈવ આરતી
પીએમ મોદીએ ગંગા આરતીના લાઈવ પ્રસારણ માટે એલઈડી સ્ક્રિન્સ લગાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે સમગ્ર કાશિમાં ગંગાની લાઈવ આરતી જોવા મળશે. એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે. મોટી સ્ક્રીન્સના માધ્યમથી ગંગાજીના ઘાટ પર અને કાશી વિશ્વનાથ મંદિરમાં થનારી આરતીનું પ્રસારણ સમગ્ર શહેરમાં શક્ય બનશે. શહેરમાં ઠેર ઠેર લાગી રહેલા LED સ્ક્રીન્સ અને ઘાટો પર લાગી રહેલા ટેક્નોલોજીથી લેસ ઈન્ફોર્મેશન બોર્ડ એ કાશી આવનારા લોકોને ખુબ મદદ કરશે.
7th Pay Commission: મોંઘવારી ભથ્થું તો 28% થઈ ગયું, પણ આ મુદ્દે કેન્દ્રીય કર્મચારીઓને મળ્યો ઝટકો!
યુપીમાં હવે ભાઈ-ભત્રીજાવાદ નહીં, વિકાસ વાદ
પીએમ મોદીએ પ્રદેશની જૂની સરકારો પર નિશાન સાધ્યું અને હાલની સરકારના વખાણ કર્યા. તેમણે કહ્યું કે યુપીમાં સરકાર આજે ભ્રષ્ટાચાર અને ભાઈ ભત્રીજાવાદથી નહીં વિકાસવાદથી ચાલી રહી છે. આથી આજે યુપીમાં જનતાને યોજનાઓનો સીધો લાભ મળી રહ્યો છે. આથી આજે યુપીમાં નવા નવા ઉદ્યોગોનું રોકાણ પણ થઈ રહ્યું છે. રોજગારની તકો વધી રહી છે. આજે યુપીમાં કાયદાનું રાજ છે. માફિયારાજ અને આતંકવાદ જે એક સમયે બેકાબૂ થઈ રહ્યા હતા તેના પર હવે કાયદાનો સકંજો છે. બહેન-દીકરીઓની સુરક્ષા અંગે માતા પિતા હંમેશા જે પ્રકારે ડર અને આશંકાઓમાં જીવતા હતા તે સ્થિતિ પણ બદલાઈ છે. પીએમ મોદીએ કહ્યું કે આજે યોગીજી પોતે આકરી મહેનત કરી રહ્યા છે.
જુઓ VIDEO
PM Narendra Modi એ સોમાસુ સત્ર પહેલા લીધો 'ક્લાસ', મંત્રીઓને આપ્યું આ 'હોમવર્ક'
વારાણસી-ગાઝીપુર માર્ગ પર જે સેતુ છે તેના ખુલવાથી પ્રયાગરાજ, ગાઝીપુર, બલિયા, ગોરખપુર અને બિહાર આવવા જવામાં ખુબ સરળતા રહેશે. ગદૌલિયામાં મલ્ટિ લેવલ ટુ વિલર પાર્કિંગ બનવાથી કેટલી કિચ કિચ બંધ થશે, તે બનારસના લોકો સારી પેઠે જાણે છે. જ્યારે લહરતારાથી ચૌકા ઘાટા ફ્લાઈઓવરની નીચે પણ પાર્કિંગથી લઈને બીજી જન સુવિધાઓનું નિર્માણ જલદી પૂરું થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube