નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM મોદી) શનિવારે ગ્રીસથી સીધા બેંગ્લોર પહોંચ્યા હતા. તેમનું પ્લેન અહીં HAL એરપોર્ટ પર લેન્ડ થયું હતું. પીએમની એક ઝલક મેળવવા માટે વહેલી સવારથી જ એરપોર્ટની બહાર લોકોની ભીડ જામી હતી. અહીં સંક્ષિપ્ત ભાષણમાં વડા પ્રધાને ચંદ્રયાન-3ની સફળતાને અસાધારણ સિદ્ધિ ગણાવી હતી અને 'જય વિજ્ઞાન, જય અનુસંધાન'નું સૂત્ર આપ્યું હતું. આ પછી તેઓ ઈસરોના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પહોંચ્યા, જ્યાં તેઓ ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતારનાર વૈજ્ઞાનિકોને મળ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંગલુરુનો કાર્યક્રમ પૂરો કર્યા બાદ પીએમ મોદી લગભગ 11.15 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની આગેવાનીમાં પાર્ટીના સાંસદો અને કાર્યકરોએ દિલ્હીના પાલમ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. પીએમ મોદીએ અહીં લોકોને સંબોધિત પણ કર્યા હતા. વડાપ્રધાન ભાષણ આપી રહ્યા હતા ત્યારે ભીડમાં હાજર એક વ્યક્તિ બેહોશ થઈને નીચે પડી ગયો હતો. પીએમ મોદીએ તે વ્યક્તિ પર નજર કરી અને તેમની તબીબોની ટીમને તાત્કાલિક તેની તબિયત ચેક કરવા માટે કહ્યું હતું. જેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


MP અને રાજસ્થાનમાં ભાજપનું  'મિશન ઓલ રાઉન્ડ', સેમિફાઈનલ નક્કી કરશે દિલ્હીનું ભવિષ્ય


પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, 'હું વૈજ્ઞાનિકોને મળવા ઈચ્છતો હતો. એટલા માટે તેઓ વિદેશથી પાછા ફર્યા અને બેંગ્લોર પહોંચ્યા અને એવા વૈજ્ઞાનિકોને મળ્યા જેમણે દેશને આ સિદ્ધિ આપી. જ્યારે હું ISRO પહોંચ્યો ત્યારે મને ચંદ્રયાન દ્વારા લેવામાં આવેલી તસવીરો પહેલીવાર રિલીઝ કરવાનો લહાવો પણ મળ્યો. આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે 21 ઓગસ્ટના રોજ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા હતા. તેમણે ત્યાંથી ચંદ્રયાન-3ની લેન્ડિંગ પ્રક્રિયા વર્ચ્યુઅલ રીતે જોઈ હતી અને ઈસરોને શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ પીએમ ત્યાંથી ગ્રીસના એક દિવસીય પ્રવાસે ગયા હતા. ગઈકાલે રાત્રે એથેન્સથી ટેકઓફ કર્યા પછી, પીએમનું વિમાન દિલ્હી આવવાને બદલે આજે સવારે સીધુ બેંગલુરુ ઉતર્યું હતું.


 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube