Corona સંકટ વચ્ચે PM મોદીની સંતોને અપીલ, `પ્રતીકાત્મક રાખવામાં આવે કુંભ`
કોરોના વાયરસના (Coronavirus) વધતા જતા વિનાશને જોઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભને (Kumbh Mela 2021) પ્રતીકાત્મક રાખવા માટે સંતોને અપીલ કરી હતી
નવી દિલ્હી: કોરોના વાયરસના (Coronavirus) વધતા જતા વિનાશને જોઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભને (Kumbh Mela 2021) પ્રતીકાત્મક રાખવા માટે સંતોને અપીલ કરી હતી. આ સાથે પીએમ મોદી (PM Modi) બધા સાધુ-સંતોની સ્થિતિ પણ જાણી હતી. તમને જણાવી દઈએ કે છેલ્લા 1 અઠવાડિયામાં દેશભરમાં કોરોના લગભગ 13 લાખ કેસ નોંધાયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ટ્વિટ કર્યું હતું કે 'આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરી (Swami Avdheshanand Giri) સાથે આજે ફોન પર વાત કરી હતી. તમામ સંતોના સ્વાસ્થ્ય વિશે જાણ્યું. તમામ સંતો વહીવટને તમામ પ્રકારના સહયોગ આપી રહ્યા છે. મેં આ માટે સંત જગતનો આભાર માન્યો.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube