Bengaluru Opposition Meeting: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પોર્ટ બ્લેરના વીર સાવરકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા એકીકૃત ટર્મિનલનું ઉદ્ધાટન કર્યું. આ અવસરે પીએમ મોદીએ વિપક્ષ પર ખુબ નિશાન સાંધ્યુ. તેમણે વિપક્ષની બેંગ્લુરુમાં થઈ રહેલી બેઠક પર કટાક્ષ કરતા કહ્યું કે એક જમાનામાં એક ગીત ખુબ મશહૂર થયું હતું કે એક ચહેરે પર કિતને ચહેરે લગા લેતે હૈ લોગ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ વિપક્ષની બેઠકની મજા લેતા કહ્યું કે એક જમાનામાં એક ગીત ખુબ જાણીતુ બન્યું હતું મને પૂરું યાદ તો નથી પરંતુ મને યાદ આવી રહ્યું છે, એક ચહેરે પર કઈ ચહેરે લગા લેતે હૈ લોગ...તમે જોઈ  લો કે આ લોકો કેટલા ચહેરા લગાવીને બેઠા છે, જ્યારે આ લોકો કેમેરા સામે એક ફ્રેમમાં આવી જાય છે તો પહેલો વિચાર દેશના લોકોના મનમાં આ જ આવે છે,લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર. આથી દેશની જનતા કહી રહી છે કે આ તો કટ્ટર ભ્રષ્ટાચારીઓનું સંમેલન થઈ રહ્યું છે. આ લોકો કઈક બીજુ ગાઈ રહ્યા છે અને હાલ કઈક બીજા છે. તેમણે લેબલ કઈ બીજુ લગાવ્યું છે, માલ કઈ બીજો છે. તેમની પ્રોડક્ટ 20 લાખ રૂપિયાના કૌભાંડની ગેરંટી. 


આંદમાન અને નિકોબાર દ્વીપનો પ્રવાસ સુગમ થશે
આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આ ટર્મિનલ બની જવાથી આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહનો પ્રવાસ સુગમ બનશે. ખાસ કરીને આ વિસ્તારમાં પર્યટનને ખુબ પ્રોત્સાહન મળશે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પરિસરમાં વી ડી સાવરકરની પ્રતિમાનું અનાવરણ કર્યું અને પ્રતિષ્ઠાનની મુલાકાત લીધી. તેમની સાથે કેન્દ્રીય રોડ, પરિવહન અને રાજમાર્ગ તથા નાગર વિમાનન રાજ્ય મંત્રી જનરલ (સેવાનિવૃત્ત) વી કે સિંહ પણ હતા. 


બાંગ્લાદેશી યુવતીએ હિન્દુ બની અજય સાથે લગ્ન કર્યા; બાંગ્લાદેશ લઈ ગઈ, હવે એક Picથી..


BJP ને પછાડવા કોંગ્રેસ આ ફોર્મ્યૂલા પર કામ કરી રહી છે, 2024ના પ્લાન વિશે ખુલાસો!


દિલ્હીમાં ફરી વધ્યું યમુનામાં પાણી, ગુજરાતમાં આજથી અતિ ભારે વરસાદની આગાહી


710 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ
નવા ટર્મિનલ ભવનનું નિર્માણ લગભગ 710 કરોડ રૂપિયાના ખર્ચે કરાયું છે. આ ટર્મિનલ આંદમાન અને નિકોબારના સંપર્કને પ્રોત્સાહન આપવામાં એક મહત્વપૂર્ણ  ભૂમિકા ભજવશે. આ ટર્મિનલ લગભગ 40 હજાર આઠ સો વર્ગ મીટર ક્ષેત્રમાં ફેલાયેલું છે. નવા ટર્મિનલ ભવનમાં વાર્ષિક લગભગ 50 લાખ મુસાફરોના મેનેજમેન્ટની ક્ષમતા ચે. એપ્રોન અનુકૂળ બે બોઈંગ 767-400 અને બે એરબસ 321 શ્રેણીના વિમાન એરપોર્ટ પર 80 કરોડ રૂપિયાના ખર્ચથી નિર્મિત કરાયા છે. આ પ્રકારના એરપોર્ટ પર એકવારમાં 10 વિમાનને પાર્કિંગની સુવિધા મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube