નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi) આજે ત્રણ દિવસ માટે ઉત્તર પ્રદેશની મુલાકાતે જઈ રહ્યા છે અને તે પહેલા સવારે 9 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ આ માહિતી ટ્વીટ કરીને જણાવ્યું હતું કે PM મોદી રાષ્ટ્રને સંદેશ આપશે (PM Narendra Modi to Address Nation). જણાવી દઈએ કે પીએમ મોદી તેમના ત્રણ દિવસીય યુપી પ્રવાસના પહેલા દિવસે આજે મહોબા અને ઝાંસી જવાના છે. આ દરમિયાન પ્રધાનમંત્રી અર્જુન સબસિડિયરી પ્રોજેક્ટ સહિત બુંદેલખંડને ઘણી ભેટ આપશે.


9 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે PM મોદી: PMO
પીએમઓ (PMO) એ ટ્વીટ કરીને કહ્યું, 'આજે ગુરુ નાનક જીનું પ્રકાશ પર્વ છે. આજે પીએમ નરેન્દ્ર મોદી ( Narendra Modi) સિંચાઈ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવા યુપીના મહોબા જશે. ત્યારબાદ સાંજે તેઓ ઝાંસીમાં રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વમાં હાજરી આપશે. રવાના થતા પહેલા તેઓ સવારે 9 વાગે રાષ્ટ્રને સંદેશ આપશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube