CBSE: PM મોદીએ બોલાવી બેઠક, ધોરણ-12ની પરીક્ષા પર આવી શકે છે નિર્ણય
કોરોના કાળમાં ધોરણ-12ની પરીક્ષાને લઈને આશંકાઓ ચાલી રહી છે. આ વચ્ચે પ્રધાનમંત્રીએ મહત્વની બેઠક બોલાવી છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે સાંજે સીબીએસઈ ધોરણ-12ની પરીક્ષાને લઈને એક મહત્વની બેઠક બોલાવી છે. સૂત્ર પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે બધા રાજ્યો અને અન્ય હિતધારકોની સાથે વ્યાપક ચર્ચા બાદ તેમને બોર્ડ પરીક્ષાના બધા સંભવિત વિકલ્પો વિશે માહિતી આપવામાં આવશે. કોરોના કાળમાં ધોરણ 12ની પરીક્ષા યોજાશે કે નહીં તેને લઈને આશંકાઓ યથાવત છે. આ વચ્ચે પીએમ મોદીએ બોલાવેલી બેઠકમાં કોઈ નિર્ણય આવી શકે છે.
પીએમ મોદીને સોંપવામાં આવશે રિપોર્ટ
સૂત્ર પ્રમાણે રાજ્યો, શિક્ષણ બોર્ડ પાસેથી અત્યાર સુધી મળેલા સૂચનાના આધાર પર તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ આજે પીએમ મોદીને સોંપવામાં આવી શકે છે. સૂત્રોનું કહેવું છે કે ધોરણ 12ની પરીક્ષા યોજાવાની છે. પરીક્ષા દરમિયાન બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા કેન્દ્રોની સંખ્યા ડબલ કરવામાં આવી શકે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube