નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવારે મુખ્યમંત્રીઓ સાથે સંવાદમાં અર્થવ્યવસ્થા (Economy) પાટા પર લાવવા તેમજ કોરોના વાયરસ (Coronavirus)ના સંકટને પહોંચી વળવા સંતુલિત રણનીતિ બનાવવાની જરૂરીયાત પર ભાર મૂક્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ વેગ પકડશે અને ગ્રામીણ ભારતને કોરોના મુક્ત રાખવું પડશે. પીએમ મોદીએ 15 મે સુધી તમામ મુખ્યમંત્રીઓ પાસેથી સૂચનો માંગ્યા છે. લોકડાઉનનો ત્રીજો તબક્કો 17 મેના રોજ સમાપ્ત થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કોરોના સંકટને પહોંચી વળવા, આર્થિક પ્રવૃત્તિને વધુ તીવ્ર બનાવવા અને ધીમે ધીમે લોકડાઉનને હટાવવા માટે સમગ્ર રૂપરેખા તૈયાર કરવાના ઉદ્દેશ્યથી વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક બેઠક યોજી હતી. લગભગ 6 કલાકની આ બેઠક દરમિયાન કોરોના વાયરસ સંકટ અને લોકડાઉનનાં વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.


આ પણ વાંચો:- રિયાઝ નાયકુના મોતથી ગભરાયો હિઝબુલ, નવા કમાન્ડર ગાઝીને આપ્યો ભારતમાં આતંકી હુમલાનો આદેશ


સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું કે, દેશ સમક્ષ સૌથી મોટો પડકાર એ છે કે લોકડાઉનમાં રાહત બાદ કોવિડ -19ના સંક્રમણ ગ્રામીણ ભારતમાં ન ફેલાય. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગળનો માર્ગ અને પડકારોનો સામનો કરવા માટે સંતુલિત રણનીતિ બનાવવી પડશે અને તેને લાગુ કરવી પડશે. વડાપ્રધાને કહ્યું કે, દેશના ઘણા ભાગોમાં આર્થિક ગતિવિધિઓ ધીરે ધીરે શરૂ થઈ અને આગામી દિવસોમાં તે ગતિ પકડશે. બેઠકમાં વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે, વાયરસના સંક્રમણને રોકવા માટે ધ્યાન આપવું જોઈએ અને લોકોને 'દો ગજ દૂરી' ના મંત્રને અનુસરવા સમજાવવું જોઈએ.



6 મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધારવાની કરી માગ
વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં 6 મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધારવાની માગ કરી હતી. આ રાજ્યોમાં પંજાબ, બિહાર, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. પી. બંગાળ, ગુજરાત અને તેલંગાણાના CMએ પણ કહ્યું હતું કે, લોકડાઉન વધારવું જોઇએ. પીએમ મોદીએ 15 મે સુધી તમામ મુખ્યમંત્રીઓ પાસેથી સૂચનો માગ્યા છે. લોકડાઉનનો ત્રીજો તબક્કો 17 મેના રોજ સમાપ્ત થાય છે.


આ પણ વાંચો:- આવતીકાલથી શરૂ થનારી ટ્રેનો પર ઘણા રાજ્યના CMએ PM મોદી સામે ઉઠાવ્યો વાંધો


પંજાબ લોકડાઉનને આગળ વધારવા કરી અપીલ
પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહે લોકડાઉનને આગળ વધારવાની હિમાયત કરતાં કહ્યું હતું કે, લોકડાઉનમાંથી બહાર આવવા માટે એક સાવધાનીપૂર્વક રણનીતિ બનાવવી જોઈએ અને રાજ્યોને આર્થિક સહાય આપવામાં આવે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, તાત્કાલિક સેવા કર્મચારીઓ માટે મુંબઇમાં લોકલ ટ્રેન સેવાઓ શરૂ થવી જોઈએ.


બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પ્રતિબંધિત વિસ્તારો સિવાય રાષ્ટ્રીય રાજધાનીમાં આર્થિક ગતિવિધિઓને મંજૂરી આપવી જોઈએ. બીજી તરફ, તમિલનાડુમાં કોરોના વાયરસના વધતા જતા કેસોનો હવાલો આપીને મુખ્યમંત્રી કે. પલાનીસ્વામીએ વડાપ્રધાનને વિનંતી કરી છે કે તેઓ 31 મે સુધી ટ્રેન સેવાઓને મંજૂરી ન આપે.


આ પણ વાંચો:- કોરોના દર્દીની સંખ્યા 67 હજારને પાર, 24 કલાકમાં સૌથી વધુ કેસ: સ્વાસ્થ્ય મંત્રાલય


ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આંતરરાષ્ટ્રીય જાહેર પરિવહન પરનો પ્રતિબંધ આંશિક રીતે હટાવવાની અપીલ કરી છે. વડાપ્રધાન સાથેની વીડિયો કોન્ફરન્સ દરમિયાન તેમણે રાજ્યની અર્થવ્યવસ્થાને વેગ આપવા ખાણકામ અને પર્યટન પ્રવૃત્તિઓ શરૂ કરવાની માંગ કરી હતી.


વર્તમાન નિયંત્રણ રણનીતિ પર પુનર્વિચાર કરવાની જરૂરીયાત: જગમોહન રેડ્ડી
લોકોની આજીવિકા પર અસર પડી હોવાથી કોવિડ-19 લોકડાઉન પર પૂર્ણવિરામની માગ સાથે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગમોહન રેડ્ડીએ સોમવારના કેન્દ્રથી વર્તમાન નિયંત્રણ રણનીતિ પર પુનર્વિચાર કરવા અને લોકોને વાયરસની સાથે જીવવાની દિશામાં લઇ જવા અપીલ કરી. મુખ્યમંત્રીએ કહ્યું, "સૌ પ્રથમ કોરોના સંક્રમિત સાથે સંકળાયેલા તમામ ડાઘને દૂર કરવા જોઈએ." તેમણે કહ્યું કે, જાગરૂકતા ફેલાવવી જોઇએ કે 97 ટકા કેસોમાં સારવાર મળી શકે છે અને 85 ટકા કેસોમાં માત્ર સામાન્ય લક્ષણો જોવા મળે છે, તેનાથી ડાઘ દૂર થઈ શકે છે.


આ પણ વાંચો:- શું થવા જઈ રહ્યું છે પરમાણુ યુદ્ધ? જાણો કેમ ચીન 300 ટકા વધારવા માગે છે ન્યૂક્લિયર હથિયાર


વડાપ્રધાન મોદીએ કોરોના સંકટ દરમિયાન પાંચમી વખત મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીઓ સાથેની વાતચીત દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધન પણ હાજર હતા. આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી વાય.એસ જગનમોહન રેડ્ડી, પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂ સહિતના ઘણા મુખ્યમંત્રી આ બેઠકમાં સામેલ થયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube