નવી દિલ્હીઃ PM Rozgar Mela:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)  આવતીકાલે એટલે કે 16મી મેના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરના 45 કેન્દ્રો પર સરકારી વિભાગોમાં 71 હજાર નવનિયુક્ત યુવાનોને એપોઈમેન્ટ લેટરનું વિતરણ કરશે. આ પ્રસંગે વડાપ્રધાન નોકરી મેળવનાર આ યુવાનોને પણ સંબોધિત કરશે. વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, પીએમ મોદી 16 મેના રોજ સવારે 10.30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળામાં (Rozgar Mela) સરકારી વિભાગોમાં નવા નિયુક્ત થયેલા લોકોને 71 હજાર નિમણૂક પત્રો આપશે. વડાપ્રધાન આ પ્રસંગે નવનિયુક્ત સરકારી નોકરિયાતોને પણ સંબોધન કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં યુવાનોને રોજગારી આપવા માટે કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી કરવામાં આવી રહી છે. મોદી સરકાર 2024ની લોકસભા પહેલાં બેરોજગાર યુવાનને નોકરી આપવાનો વાયદો પૂરી કરી રહી છે.


આ ક્ષેત્રોમાં નોકરીઓ મળી
દેશભરમાંથી પસંદ કરાયેલા આ યુવાનોને ગ્રામીણ ડાક સેવક, ટપાલ નિરીક્ષક, કોમર્શિયલ અને ટિકિટ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક અને ટાઈપિસ્ટ, જુનિયર એકાઉન્ટ ક્લાર્ક, ટ્રેક મેઈન્ટેનર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, લોઅર ડિવિઝન ક્લાર્ક, સબ-ડિવિઝનલ ઓફિસર, ટેક્સ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર, ઈન્સ્પેક્ટર, નર્સિંગ ઓફિસર, આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર, ફાયર ઓફિસર, આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ ઓફિસર, આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, ડિવિઝનલ એકાઉન્ટ્સ ઈન્સ્પેક્ટર, ઓડિટર, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, હેડમાસ્ટર, પ્રશિક્ષિત ગ્રેજ્યુએટ ટીચર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, આસિસ્ટન્ટ પ્રોફેસર વગેરે જેવા પદો પર ભરતી કરાઈ છે.


આ પણ વાંચોઃ બે સગી બહેનોએ એક યુવક સાથે કર્યા લગ્ન, એક સાથે લીધા ફેરા, એક B.Ed તો બીજી 8 પાસ


રોજગાર મેળો શું છે
રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની વડાપ્રધાનની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે. એવી આશા છે કે જોબ ફેર આગળ જતા રોજગાર સર્જનમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં સહભાગિતા સુનિશ્ચિત કરવા અર્થપૂર્ણ રોજગારીની તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.


તમને જણાવી દઈએ કે, નવા ભરતી થયેલા લોકોને કર્મયોગી પ્રારંભ દ્વારા પોતાને તાલીમ આપવાની તક પણ મળશે, જે વિવિધ સરકારી વિભાગોમાં તમામ નવી ભરતી માટે ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube