લેહથી પરત ફરી દિલ્હીમાં મહત્વની બેઠક કરશે પીએમ મોદી, જાણો વિગતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) લેહથી પરત ફરી દિલ્હીમાં બેઠક કરશે. ભારત-ચીન (India-China) સીમા વિવાદની વચ્ચે શુક્રવારના પીએમ મોદીએ બોર્ડર પર પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું. એવામાં લેહની મુલાકાત બાદ પીએમ મોદીની આ બેઠક મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. પીએમ મોદી આજ સાંજે લેહથી દિલ્હી પરત ફરશે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) લેહથી પરત ફરી દિલ્હીમાં બેઠક કરશે. ભારત-ચીન (India-China) સીમા વિવાદની વચ્ચે શુક્રવારના પીએમ મોદીએ બોર્ડર પર પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું. એવામાં લેહની મુલાકાત બાદ પીએમ મોદીની આ બેઠક મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. પીએમ મોદી આજ સાંજે લેહથી દિલ્હી પરત ફરશે.
આ પણ વાંચો:- લેહની ધરતીથી PM મોદીએ 'વિસ્તારવાદી' ચીનને આપ્યો કડક સંદેશ, જાણો શું કહ્યું?
તમને જણાવી દઇએ કે, આજ સવારે લગભગ 8.15 કલાકે પીએમ મોદી લેહ પહોંચ્યા હતા. તેમની સાથે ચીફ આર્મી ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત પણ છે. લેહ પહોંચ્યા બાદ પીએમ મોદીએ વાયુ સેના, થલ સેના અને ITBPના જવાનો સાથે મુલાકાત કરી. જો કે પહેલા સમાચાર આવ્યા હતા કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ લેહની મુલાકાત કરવાના છે પરંતુ કોઈ કારણોથી તેમનો કાર્યક્રમ રથ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube