જયપુર: વડાપ્રધાન નરેંદ્ર મોદી શનિવારે અજમેરમાં એક જનસભાને સંબોધિત કરશે. મોદી એવા સમયે અજમેર આવી રહ્યા છે જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની ઔપચારિક જાહેરાત થવાની છે. રાજ્યની મુખ્યમંત્રી વસુંધરા રાજે ચાર ઓગસ્ટથી ગૌરવ યાત્રા પર છે. તેનું સમાપન પણ આ જનસભાની સાથે થશે. હાલ ચૂંટણીના માહોલમાં રાજ્યમાં વડાપ્રધાન નરેંદ્ર મોદીની આ પહેલી જનસભા હશે જેના પર બધાની નજર છે. તેમાં મોદી અજમેર સંભાગ માટે ઘણી જાહેરાતો પણ કરી શકે છે. જોકે આ વિશે ઔપચારિક રીતે હજુ કંઇ કહેવામાં આવ્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તૈયારની સમીક્ષા લેવા માટે અજમેર પહોંચેલા ભાજપના પ્રદેશ મહામંત્રી ઓંકાર સિંહ લખાવતે જણાવ્યું કે તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. તેમણે દાવો  કર્યો છે કે આ આઝાદી બાદ અજમેરમાં થનારી પોતાની તરફથી થનારી પ્રથમ મોટી સભા હશે. તેમાં પ્રદેશમાંથી પાર્ટી કાર્તકર્યાઓની સાથે-સાથે 52 હજાર બૂથ અધ્યક્ષો ભાગ લેવાની સંભાવના છે. થોડા દિવસો પહેલાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જયપુર આવ્યા હતા ત્યારે આ કાર્યક્રમની યોજના બની હતી. 


પાર્ટી પ્રદેશ અધ્યક્ષ મદન લાલ સૈનીએ કહ્યું કે સભામાં દરેક વિભાગમાંથી એક-બે બસો જરૂર આવશે. ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અશોક પરનામીએ કહ્યું કે સભા માટે પાર્ટીની તૈયારીઓ પુરી છે અને આ ઐતિહાસિક હશે. રાજસ્થાનમાં વિધાનસભાની 200 સીટો માટે આ વર્ષે ચૂંટણી યોજાવવાની છે. 


અજમેર વિશે વસુંધરાએ મોદીને ગેરમાર્ગે દોર્યા: પાયલોટ
પ્રદેશ કોંગ્રેસે વડાપ્રધાન નરેંદ્ર મોદીની શનિવારે અજમેરમાં પ્રસ્તાવિત જનસભાના આયોજન પર નિશાન સાધતાં આરોપ લગાવ્યો છે કે ભાજપ અને વડાપ્રધાનમંત્રીને ચૂંટણી ટાણે જ અજમેર યાદ આવે છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટે કહ્યું કે મુખ્યમંત્રી વસુંધરા રાજેએ અજમેરના વિકાસને લઇને જરૂર મોદીને ગેરમાર્ગે દોર્યા હશે. સચિન પાયલોટે કહ્યું કે ''મોદી અજમેર આવી રહ્યા છે. તેમનું સ્વાગત છે. તે પાંચ વર્ષ પહેલાં પણ અજમેર આવ્યા હતા...વોટ માંગવા માટે. ત્યાર બાદ અજમેરની શું સ્થિતિ થઇ?''


સચિન પાયલોટે કહ્યું કે ''અજમેરને ફક્ત ચૂંટણી ટાળે યાદ કરવું યોગ્ય નથી. પાંચ વર્ષ સીએમથી માંડીને પીએમ સુધી તમારી જ પાર્ટીના રહ્યા. બધી સરકાર તમારી હતી, તો સ્માર્ટ સિટી, રેલવે, માળખાકિય સુવિધાઓ અને યુનિવર્સિટીઓની શું સ્થિતિ છે...બધુ ખબર પડશે તેમને.''