નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની સ્થિતિને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે એટલેકે, આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. પીએમ મોદીએ ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે. ટ્વીટ કરી તેમણે કહ્યું કે તે બુધવારે બપોરે 12 કલાકે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે અને કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે. મુખ્યમંત્રીઓની સાથે પીએમ મોદીની બેઠક તેવા સમયે થવાની છે, જ્યારે દેશમાં છેલ્લા બે સપ્તાહમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં છેલ્લા 24 કલાકમાં 2483 કોરોના કેસ સામે આવ્યા છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે દેશમાં કોરોનાના સક્રિય કેસ 15636 છે. કોરોનાનો પોઝિટિવિટી રેટ 0.55 ટકા છે. 


લોકોને માસ્ક પહેરવા અને નિયમિત સમયે હાથ ધોવાની સલાહ
મહત્વનું છે કે રવિવારે મન કી બાત રેડિયો કાર્યક્રમમાં પીએમ મોદીએ લોકોને તહેવારોની સીઝન દરમિયાન કોરોના સંક્રમણથી એલર્ટ રહેવાની સલાહ આપી હતી. તેમણે લોકોને કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવા અને નિયમિત સમયે હાથ ધોવાની સલાહ આપી હતી. 


આ પણ વાંચોઃ 4th COVID-19 Wave: શું દેશમાં આવશે કોરોનાની ચોથી લહેર? જાણીતા વાયરોલોજિસ્ટે આપી મહત્વની જાણકારી


86 ટકાથી વધુ વયસ્ક વસ્તીનું થયું પૂર્ણ રસીકરણ
આ વચ્ચે મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ એક ટ્વીટમાં કર્યુ કે 86 ટકાથી વધુ વયસ્ક વસ્તીનું હવે સંપૂર્ણ રીતે રસીકરણ થઈ ચુક્યુ છે. 


હવે નાના બાળકોને પણ મળશે વેક્સીન
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (ડીસીજીઆઇ)એ 6-12 વર્ષની ઉંમરના બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઇ હોવાની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ છે. સમાચાર એજન્સી એએનઆઇએ સૂત્રોના હવાલેથી જણાવ્યું હતું કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયાએ 6-12 વર્ષની ઉંમરના બાળકો માટે કોવેક્સીનને મંજૂરી આપી છે. કોવેક્સીનને હૈદ્રાબાદ સ્થિત ભારત બાયોટેકે તૈયાર કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube