નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના (Corona virus) વધતા કેસ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra modi) 8 એપ્રિલે એકવાર ફરી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. રવિવારે પીએમ મોદીએ એક હાઈ લેવલ બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોના સાથે જોડાયેલા મુદ્દા અને રસીકરણ પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં કબિનેટ સચિવ, પીએમ મોદીના મુખ્ય સચિવ, સ્વાસ્થ્ય સચિવ અને ડોક્ટર વિનોદ પોલ પણ હાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1 લાખ 3 હજાર 558 નવા કેસ સામે આવ્યા છે. આ એક દિવસમાં સામે આવનાર અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને કુલ 1 કરોડ 25 લાખ 89 હજાર 067 થઈ ગઈ છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 478 લોકોના મૃત્યુ બાદ મૃત્યુઆંક વધીને 1 લાખ 65 હજાર 101 થઈ ગયો છે. 


આ પણ વાંચોઃ Maharashtra: દેશમુખનું રાજીનામુ, હવે આ નેતા સંભાળશે રાજ્યના ગૃહમંત્રીનો પદભાર  


દેશમાં સામે આવેલા નવા કેસમાંથી 81.90 ટકા કેસ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને પંજાબથી છે. આ રાજ્યોમાં સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં દેશના સૌથી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં રેકોર્ડ 57074 નવા કેસ એટલે કે 55.11 ટકા કેસ સામે આવ્યા. ત્યારબાદ છત્તીસગઢમાં 5250 અને કર્ણાટકમાં 4553 કેસ નોંધાયા હતા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube