Corona: ફરી વધી રહેલા કેસો વચ્ચે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે પ્રધાનમંત્રી મોદી
કોરોનાના વધી રહેલા કેસોને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે.
નવી દિલ્હીઃ કોરોના (Corona virus) ના વધતા કેસને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મુખ્યમંત્રીઓ સાથે એકવાર ફરી બેઠક કરશે. પીએમ મોદીની આ બેઠક 17 માર્ચે સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે. બેઠક દરમિયાન રસીકરણને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્ર, કેરલ, પંજાબ, કર્ણાટક અને ગુજરાતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં આજે 15051 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ પહેલા રવિવારે 16,620 લોકો સંક્રમિત થયા હતા.
દેશના કુલ આંકડાનો જોઈએ તો અત્યાર સુધી 1,13,85,339 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 26292 લોકો સંક્રમિત થયા છે. આંકડા અનુસાર દેશમાં 85 દિવસ બાદ એક દિવસમાં સર્વાધિક કેસ સામે આવ્યા છે, આ પહેલા 20 ડિસેમ્બરે 24 કલાકમાં 26624 કેસ સામે આવ્યા હતા.
આ પણ વાંચોઃ Batla House Encounter : આરોપી આરિઝ ખાનને ફાંસીની સજા, ભાજપે કહ્યું- માફી માંગે સોનિયા, મમતા, કેજરીવાલ
સવારે આઠ કલાકે જાહેર થયેલા આંકડા પ્રમાણે કોરોનાથી વધુ 118 લોકોના મૃત્યુ થયા છે, આ સાથે દેશમાં મૃત્યુઆંક વધીને 1,58,725 થઈ ગયો છે. અત્યાર સુધી 2,19,262 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યાં છે, જે કુલ કેસના 1.93 ટકા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને આજે કોરોનાના વધતા કેસને લઈને કહ્યુ કે, કોરોના વાયરસથી બચાવના ઉપાયોનું પાલન કરવામાં બેદરકારીને કારણે સંક્રમણ વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, 80 ટકાથી વધુ કેસ કેટલાક રાજ્યોમાંથી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube