નવી દિલ્હી: જાપાનમાં આવતીકાલથી થઇ રહેલી જી-20 શિખર સમિટમાં હાજર થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસાકા પહોંચી ગયા છે. આ સમિટ દરમિયાન તેઓ મહત્વપૂર્ણ બહુપક્ષીય બેઠકમાં ભાગ લેવાની સાથે અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત દુનિયાના પ્રમુખ નેતાઓને પણ મળશે. તે દરમિયાન તેમની મુલાકાત જાપનના વડાપ્રધાન શિંઝો આબેથી પણ થશે. તે દરમિયાન સંભાવના છે કે પીએમ મોદી અને નેતાઓ સાથે આતંકવાદ સહિત અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દા પર ચર્ચા કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- J&Kમાં અમિત શાહનો બીજો દિવસ, શહીદ SHO અરશદના પરિવારની કરી શકે છે મુલાકાત


વડાપ્રધાન કાર્યાલય (પી.એમ.ઓ.)એ ટ્વીટ કર્યું, ‘વડાપ્રધાન મોદી આજ સવારે ઓસાકા પહોંચ્યા. આગામી દિવસોમાં, જી-20 શિખર સમિટ, દ્વિપક્ષી અને બહુપક્ષીય વાટાઘાટો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહ જોઇ રહી છે. તેઓ વૈશ્વિક મહત્વના ઘણા મુદ્દા પર ભાર મુકશે અને ભારતના દ્રષ્ટિકોણને રજૂ કરે છે.’


વધુમાં વાંચો:- જી-20 શિખર સમિટમાં ભાગ લેશે પીએમ મોદી, એજન્ડામાં આંતકવાદ, મહિલા સુરક્ષાના મુદ્દા


ઓસાકામાં 28-29 જૂનના યોજાઇ રહેલી જી-20 શિખર સમિટમાં વડાપ્રધાન નેરન્દ્ર મોદી છઠ્ઠીવાર મુલાકાત લેવા પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કરી કહ્યું, જી-20 શિખર સમિટમાં સામેલ થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસાકાના કંસાઇ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર પહોંચ્યાં. બીજા જ્ઞણ દિવસ સુધી, વૈશ્વિક મંચ પર ભારતના દ્રષ્ટિકોણ રજૂ કરવા માટે વડાપ્રધાન ઘણી દ્વિપક્ષીય અને બહુપક્ષીય ચર્ચાઓનો ભાગ બનશે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...