નવી દિલ્હી: કોરોના (Corona Virus) રસીકરણનો  ત્રીજો તબક્કો આજથી શરૂ થઈ ગયો છે. આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. પીએમ મોદી સવાર સવારમાં દિલ્હી એમ્સ પહોંચ્યા અને કોરોનાની રસી મૂકાવી. આ સાથે જ તેમણે લોકોને અપીલ પણ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોને કરી આ અપીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ટ્વીટ કરીને જાણ કરી કે તેમણે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો. તેમણે કહ્યું કે મે એમ્સમાં કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. એ પ્રશંસનીય છે કે કેવી રીતે આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોરોના વિરુદ્ધ વૈશ્વિક લડતને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યું છે. આ સાથે જ હું એ તમામ લોકોને અપીલ કરું છું જે લોકો આ રસી લેવા પાત્ર છે. બધા ભેગા મળીને આપણે ભારતને કોવિડ-19 મુક્ત કરીએ.


અત્રે જણાવવાનું કે આજથી કોરોના રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. જે હેઠળ હવે 60 વર્ષથી ઉપરની વયના વડીલોને રસી આપવામાં આવશે. આ ઉપરાંત 45 વર્ષની ઉંમરવાળા એવા લોકોને પણ રસી અપાશે જેઓ પહેલેથી કોઈ મોટી બીમારીથી પીડાઈ રહ્યા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube