પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા 11 દિવસના વિશેષ અનુષ્ઠાનની શરૂઆત કરી છે. જેમાં પીએમ મોદીએ આજે નાસિકમાં ગોદાવરીના કિનારે આવેલા શ્રી કાલારામ મંદિરમાં પૂજા અર્ચના કરી. શ્રી કાલારામ મંદિર નાસિકના પંચવટી વિસ્તારમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાને મહત્વ આપતા મંદિર પરિસરમાં બાલ્ટી અને પોતું લઈને સફાઈ અભિયાનમાં ભાગ લીધો. તેમણે લોકોને પણ રામ મંદિર પ્રતિષ્ઠા (22 જાન્યુઆરી) સુધી આ રીતે મંદિરોમાં સાફ સફાઈ કરવાની અપીલ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંદિરમાં સફાઈ અભિયાનમાં ભાગ લીધા બાદ પીએમ મોદીએ નાસિકમાં લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે 22 જાન્યુઆરી સુધી આપણે તમા દેશના તીર્થ સ્થાનો અને મંદિરોની સાફ સફાઈ કરીએ, સ્વચ્છતા અભિયાન ચલાવીએ.  તેમણે વધુમાં કહ્યું કે આજે મને કાલારામ મંદિરમાં સફાઈ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન તમામ તીર્થ સ્થળોમાં સ્વચ્છતા અભિયાન ચલાવો. 


રામાયણ સંલગ્ન સ્થળોમાં પંચવટી સૌથી વિશેષ અને મહત્વપૂર્ણ મનાય છે. કારણ કે રામાયણની અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ અહીં ઘટી હતી. ભગવાન રામ, માતા સીતા, અને લક્ષ્મણજીએ પંચવટી વિસ્તારમાં સ્થિત દંડકારણ્ય વનમાં કેટલાક વર્ષો વિતાવ્યા હતા. પંચવટી નામનો અર્થ છે 5 વડના ઝાડની ભૂમિ. 


એવું માનવામાં આવે છે કે ભગવાન રામે અહીં પોતાની કુટિર બનાવી હતી કારણ કે વડના ઝાડની ઉપસ્થિતિએ આ વિસ્તારને શુભ બનાવી દીધો હતો. અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની બરાબર 11 દિવસ પહેલા પીએમ મોદીનું આ સ્થાન પર આવવું એ વધુ મહત્વ ધરાવે છ. કારણ કે ભગવાન રામના જીવનમાં તેનું ખુબ મહત્વ છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube