આખી દુનિયામાં વાગ્યો ભારતના PM નરેન્દ્ર મોદીનો ડંકો, ભલભલા નેતાઓને પાછળ છોડ્યા
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. અમેરિકાની સરવે એજન્સીના તાજેતરના સરવેમાં PM મોદીને 22 દેશોના નેતાઓમાં પ્રથમ સ્થાન મળ્યું છે. એટલું જ નહીં સપ્ટેમ્બર 2021 પછી પીએમ મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. અમેરિકાની સરવે એજન્સીના તાજેતરના સરવેમાં PM મોદીને 22 દેશોના નેતાઓમાં પ્રથમ સ્થાન મળ્યું છે. એટલું જ નહીં સપ્ટેમ્બર 2021 પછી પીએમ મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે.
પીએમ મોદીને 78 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોરને 68 ટકા રેટિંગ મળ્યું. આ યાદીમાં સ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ ત્રીજા નંબરે છે. તેને 62 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર 2021 પછી પીએમ મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે. યુએસ સ્થિત વૈશ્વિક સર્વેક્ષણ કંપની મોર્નિંગ કન્સલ્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ 58 ટકા રેટિંગ સાથે આ યાદીમાં ચોથા અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા 50 ટકા રેટિંગ સાથે પાંચમા સ્થાને છે. બાઈડેન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ટોચના 5 નેતાઓની યાદીમાંથી બહાર છે. લોકપ્રિય નેતાઓની યાદીમાં બાઈડેન સાતમા નંબરે.
ટ્રેનથી અથડાઈને અનેક પશુઓના મૃત્યુ, હવે રેલવેએ શોધી કાઢ્યો અકસ્માત ન થાય તેવો રસ્તો
મોદી સરકારની મોટી જાહેરાત, હવે સસ્તામાં મળશે ઘઉંનો લોટ, જાણો કિંમત
500 છોકરીઓ વચ્ચે એકલો છોકરો બેભાન થવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો
પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતામાં વધારો
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને 9મું સ્થાન મળ્યું છે. તેને 40 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યા છે. ઋષિ સુનકને માત્ર 30 ટકા રેટિંગ મળ્યા છે જે ચૂંટણી પહેલા તેમના માટે મોટો ફટકો છે. સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં સૌથી નીચે નોર્વેના નેતા જોનાસ ગહર સ્ટોરર 22માં સ્થાને છે. તેને માત્ર 21 ટકા રેટિંગથી સંતોષ માનવો પડ્યો હતો.
લગભગ 76 ટકા લોકોએ કહ્યું કે પીએમ મોદી દેશને સાચી દિશામાં લઈ જઈ રહ્યા છે. આ સરવે 26 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2023 વચ્ચે કરવામાં આવ્યો હતો. મોર્નિંગ કન્સલ્ટ સંસ્થાએ જણાવ્યું હતું કે જ્યારે અમેરિકામાં 45,000 લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા, ત્યારે વિશ્વભરમાં સરેરાશ 500થી 5,000 લોકોનો સરવે કરવામાં આવ્યો હતો આ સમગ્ર સરવેના આધારે આ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હતી. આ તમામ સરવે પુખ્ત વયના લોકો પાસે ઓનલાઈન કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં દરેક જાતિ, ભાષા સમુદાય અને ધર્મના લોકોનો સમાવેશ કરાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube