ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવશે. પીએમ મોદીએ પોતે આ જાણકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને આપી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ ટ્વીટ કરીને આપી માહિતી
પીએમ મોદીએ જણાવ્યું કે મને એ જણાવતા ખુબ આનંદ થઈ રહ્યો છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મે તેમની સાથે વાત કરી અને આ સન્માનથી સન્માનિત થવા બદલ તેમને શુભેચ્છાઓ પાઠવી. આપણા સમયના સૌથી સન્માનિત રાજનેતાઓમાંથી એક, અડવાણીજીનું ભારતના વિકાસમાં અવિસ્મરણીય યોગદાન છે. તેમનું જીવન જમીન સ્તરે કામ કરવાથી શરૂ થઈને આપણા નાયબ પ્રધાનમંત્રી તરીકે દેશની સેવા કરવા સુધીનું છે. તેમણે આપણા ગૃહમંત્રી અને સૂચના તથા પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી. તેમનો હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ અંતરદ્રષ્ટિથી ભરેલો રહ્યો છે. 


પીએમ મોદીએ વધુમાં લખ્યું કે, "જાહેર જીવનમાં અડવાણીજીની દાયકાઓ લાંબી સેવાને પારદર્શકતા તથા અખંડિતતા પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતા તરીકે જાણવામાં આવે છે જેણે રાજનીતિક નૈતિકતામાં એક અનુકરણીય માપદંડો સ્થાપિત કર્યા. તેમણે રાષ્ટ્રીય એક્તા અને સાંસ્કૃતિક પુર્નઉત્થાનને આગળ વધારવાની દિશામાં શાનદાર પ્રયત્નો કર્યા છે. તેમનું ભારત રત્નથી સન્માનિત થવું એ મારા માટે ખુબ ભાવુક પળ છે. હું તેને હંમેશા મારું સૌભાગ્ય માનીશ કે મને તેમની સાથે વાતચીત કરવા અને તેમની પાસેથી શીખવાની અગણિત તકો મળી." 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube