નવી દિલ્હી: ટીમ ઇન્ડીયા  (Team India) એ ઇગ્લેંડને 5 મેચોની ટેસ્ત સીરીઝના ચોથા મુકાબલામાં 157 રનથી હરાવી દીધું છે. ટીમ ઇન્ડીયાની આ જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ખુશી વ્યક્ત કરી છે. આ સાથે જ પીએમ મોદીએ વેક્સીનના ફ્રન્ટ પર પણ આજે આંકડાને 'શાનદાર' ગણાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કર્યું ટ્વીટ
ટીમ ઇન્ડીયા (Team India) ની જીત પર પીએમ મોદીએ ટ્વીટ કર્યું, 'રસીકરણના મોરચા પર અને ક્રિકેટ પીચ પર (ફરીથી) શાનદાર દિવસ. હંમેશાની માફક #TeamIndia  જીતી ગઇ!' CoWIN પર ઉપલબ્ધ આંકડાના અનુસાર, આજે દેશમાં 1,08,36,984 COVID વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. જેનાથી કુલ વેક્સીન કવરેજ 69,72,90,716 થઇ ગયું છે. 


PM આવાસ પર અઢી કલાક વરિષ્ઠ મંત્રીઓ સાથે ચાલ્યું મંથન, અફઘાન સંકટ પર ચર્ચા


11 દિવસમાં ત્રીજીવાર 1 કરોડથી વધુ ડોઝ
આ પ્રકારે વેક્સીનેશનના મામલે પણ ભારતે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ભારતમાં ગત 11 દિવસમાં ત્રીજીવાર કોવિડ 19 રસીના એક કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે જ દેશભમાં અત્યાર સુધી આપવામાં આવેલા ડોઝની કુલ સંખ્યા 69.72 કરોડથી વધુ ડોઝ આવી ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું, સપ્ટેમ્બરની શરૂઆત એક ઉચ્ચ સ્તર સાથે થઇ છે અને ભારતે આજે એક કરોડ કોવિડ રસીકરણને અડકી લીધો છે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન નવી ઉંચાઇઓને આંબી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube