વારાણસી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીની આજે મુલાકાત કરશે અને 1500 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. પ્રોજેક્ટ્સના ઉદ્ધાટન બાદ પીએમ મોદી એક જનસભા પણ સંબોધશે. આ વર્ષે પીએમ મોદીનો પોતાના મતસવિસ્તારનો આ પહેલો પ્રવાસ હશે. લગભગ 8 મહિના બાદ તેઓ અહીં પહોંચી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીનો કાર્યક્રમ
- પીએમ મોદી સવારે 10.30 વાગે વારાણસી એરપોર્ટ પહોંચશે.
- પીએમ મોદી સવારે 11 વાગે બીએચયુ હેલીપેડ સભાસ્થળ લોકાર્પણ શિલાન્યાસ, 1583 કરોડની 280 પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ દરમિયાન પીએમ મોદી સંબોધન પણ કરશે. 
- પ્રધાનમંત્રી  બપોરે 12.15 વાગે રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર પહોંચશે અને રુદ્રાક્ષનું લોકાર્પણ કરશે. કન્વેન્શન સેન્ટરના ઉદ્ધાટન બાદ પણ પીએમ મોદી સંબોધન કરશે. 
- બપોરે 2 વાગે પીએમ મોદી એમસીએચ વિંગમાં ડોક્ટરો સાથે વાતચીત કરશે.
- પ્રધાનમંત્રી મોદી બપોરે 3 વાગે કાશીથી રવાના થઈ જશે. 


કયા કયા પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કરશે પીએમ મોદી?
- રુદ્રાક્ષ- ઈન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ કન્વેન્શન સેન્ટર
- બીએચયુમાં 100 બેડવાળી મધર એન્ડ ચાઈલ્ડ વિંગ
- ગોદૌલિયામાં મલ્ટીલેવલ પાર્કિંગ
- પર્યટન વિકાસ માટે રો-રો નૌકાઓ
- વારાણસી-ગાઝીપુર હાઈવે પર થ્રી લેનવાળો ફ્લાઈ ઓવર


પીએમ મોદીના રસ્તામાં ગુલાબ બીછાવાશે
27મી વાર વારાણસી આવી રહેલા પીએમ મોદીના સ્વાગતમાં ભાજપ કાર્યકરોએ ખુબ વ્યવસ્થા કરી છે. તેઓ જ રસ્તેથી પસાર થશે ત્યાં ગુલાબની પાંખડીઓ પાથરવામાં આવશે. કાશી હોર્ડિંગ્સથી લદાઈ છે. એક વેપારી સંગઠને તો પીએમ મોદી પર પુષ્પવર્ષાનો પ્લાન કર્યો છે. બીએચયુ પણ સજી ધજીને તૈયાર છે. 


રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર શું છે?
રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ભારત અને જાપાનની મિત્રતાનું પ્રતિક બનશે. 186 કરોજ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ સેન્ટર સિગરા વિસ્તારમાં બન્યું છે. 2.87 એકરમાં ફેલાયેલી આ ઈમારતમાં 1200 લોકો બેસી શકે છે. જાપાનની મદદથી તૈયાર થયેલું આ કન્વેન્શનનો હેતુ લોકો વચ્ચે સાંસ્કૃતિક મેળ મિલાપ વધારવા અને કાશીના પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે. પીએમ મોદી જે સમયે તેનું ઉદ્ધાટન કરશે તે વખતે જાપાની રાજદૂત પણ હાજર રહેશે. 


વારાણસી હેલ્થ સેક્ટરને મળશે બુસ્ટ
બીએચયુમાં 100 બેડ વાળી મધર એન્ડ ચાઈલ્ડ વિંગ બનીને તૈયાર છે. હોસ્પિટલમાં 30 NICU અને 30 HDU છે. તે 3 ઓપરેશન થિયેટરથી લેસ છે. 45.50 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી હોસ્પિટલ વારાણસી અને આસપાસના લોકો માટે મોટી સુવિધા બની રહેશે. પીએમ મોદી અહીના ડોક્ટર્સ અને સ્ટાફ સાથે વાતચીત  કરીને ત્રીજી લહેરની તૈયારીઓ વિશે જાણશે. તેઓ ઓફથેમોલોજીના એક રીજીયોનલ ઈન્સ્ટિટ્યૂટનું પણ ઉદ્ધાટન કરશે. 


CIPET કેમ્પસ, રોરો ફેરી, આ બધી ભેટ આપશે
વારાણસીમાં સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ ઈન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી(CIPET) નું એક સેન્ટર પણ ખુલશે. આ ઉપરાંત જળ જીવન મિશન હેઠળ તેઓ 143 ગ્રામીણ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ધાટન કરશે. કરખીયાવમાં મેંગો એન્ડ વેજિટેબલ ઈન્ટીગ્રેટેડ પેક હાઉસ પણ આજથી ખુલી જશે. ગંગા નદી પર રો- રો નૌકા સેવાની શરૂઆત પણ થશે. 


પીએમ મોદીએ જ રાખી હતી આ પ્રોજેક્ટ્સની આધારશિલા
પીએમ મોદી જ્યારે જ્યારે વારાણસી ગયા ત્યારે ત્યારે ભેટ આપી છે. 2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલીવાર વારાણસી પહોંચેલા પીએમ મોદીએ ટેક્સટાઈલ સેન્ટર અને ટ્રેડ ફેસિલિટી સેન્ટરની ભેટ આપી હતી. આજે પણ જે પ્રોજેક્ટ્સ જનતા માટે લોન્ચ  કરશે તેનો પાયો તેમણે જ રાખ્યો હતો. 


PM Narendra Modi એ સોમાસુ સત્ર પહેલા લીધો 'ક્લાસ', મંત્રીઓને આપ્યું આ 'હોમવર્ક'


નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લગભગ 839 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની આધારશિલા પણ રાખશે. જેમાંથી એક મોટો ભાગ ગામડાઓ સુધી પહોંચશે. ગામડાઓના રસ્તાઓ માટે લગભગ 50 કરોડ રૂપિયા અપાશે. પીવાના પાણી માટે 430 કરોડ રૂપિયા, ટેક્નિકલ શિક્ષણના પાયા માટે 54.26 કરોડ રૂપિયા અપાશે. 


યુપી ચૂંટણી અભિયાનની શરૂઆત?
એ વાત પર બધાની નજર રહેશે કે પીએ મોદી વારાણસીમાં શું બોલે છે. એવી શક્યતા છે કે તેઓ આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપના અભિયાનની શરૂઆત કરી દે. રાજ્યમાં ભાજપની સામે પૂર્ણ બહુમતવાળી સરકાર બચાવવાનો  પડકાર છે. હાલની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને શાનદાર જીત મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube