નવી દિલ્હી: PM નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતે છે. તેમણે બીએચયુમાં બટન દબાવીને 1583 કરોડની 280 યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. ત્યારબાદ લોકોને સંબોધન કર્યું. તેમણે યુપી સરકારની કોરોના સામેની મજબૂત લડતને ખુબ બીરદાવી અને કહ્યું કે  કોરોનાની બીજી લહેરને જે પ્રકારે યુપીએ સંભાળી, કોરોના સંક્રમણને ફેલાતા રોકી તે અભૂતપૂર્વ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિંજો આબેને કર્યા યાદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જાપાનના મારા મિત્ર શિજો આબેજી  એવા વ્યક્તિ છે જેમનું નામ ભૂલી શકાય નહીં. અત્રે જણાવવાનું કે શિંજો આબે જ્યારે જાપાનના પ્રધાનમંત્રી હતા ત્યારે વારાણસી આવ્યા હતા અને ત્યારે આ સેન્ટરનો પાયો નખાયો હતો. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે શિંજો આબે પ્રધાનમંત્રી તરીકે કાશી આવ્યા હતા ત્યારે રૂદ્રાક્ષના આઈડિયા પર લાંબી ચર્ચા થઈ હતી. તેમણે તરત જ તેમના અધિકારીઓને કામ કરવાનું કહ્યું. જાપાનના લોકોએ પરફેક્શન સાથે કામ શરૂ કરી દીધુ હતું. 


પીએમ મોદીએ કહ્યું કે આ ઈમારતમાં જાપાન-ભારતની મિત્રતા કનેક્ટ છે અને ભવિષ્ય માટે અનેક સ્કોપ પણ છે. થોડા દિવસ પહેલા ગુજરાતમાં જાપાનના જેન ગાર્ડનની શરૂઆત થઈ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube