વારાણસીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં રાષ્ટ્રીય શિક્ષણ સમાગમને સંબોધિત કરતા કહ્યુ કે, આજની દુનિયા પરિણામની સાથે પ્રમાણ પણ માંગે છે. આપણે આપણી શિક્ષણ વ્યવસ્થાને તે પ્રમાણે તૈયાર કરવી પડશે કે દુનિયા આપણી વસ્તુનો સ્વીકાર કરે અને તેનું મહત્વ સ્વીકારે. ખાસ કરીને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ આ વાત કહી હતી. તેમણે કહ્યું- જો આપણે આયુર્વેદની વાત કરીએ તો આપણે ભલે તેમાં આગળ છીએ અને તેના પરિણામ પણ મળે છે, પરંતુ પ્રમાણ મળતા નથી. આપણી પાસે ડેટા બેસ હોવો જોઈએ. આપણે ભાવનાઓના આધાર પર દુનિયા ન બદલી શકીએ. આ કારણ છે કે પરિણામની સાથે પ્રમાણની પણ જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, તેથી યુનિવર્સિટીઓએ તેના પર કામ કરવું જોઈએ કે પરિણામ છે તો પછી પ્રમાણ શોધવામાં આવે. સમૃદ્ધ દેશ પણ તે વાતને લઈને પરેશાન છે કે તેની વસ્તીમાં મોટો ભાગ વૃદ્ધોનો છે. આજે આપણો દેશ યુવા છે અને ક્યારેક તેવો સમય અહીં પણ આવી શકે છે. શું દુનિયામાં હજુ કોઈ છે, જે તેના પર કામ કરી રહ્યું છે. તેના પર આપણે વિચારવુ જોઈએ. આ ભવિષ્યનો વિચાર છે અને આ ફ્યૂચર રેડી વિચાર છે જે સારા શિક્ષણનો પાયો છે. પીએમ મોદીએ કહ્યુ કે જો આપણે આ પેટર્ન પર કામ કરીએ તો પછી મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં વૈશ્વિક શિક્ષણ કેન્દ્ર તરીકે ઉભરી શકે છે. તે માટે આપણે પોતાની એજ્યુકેશન સિસ્ટમને આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ પ્રમાણે તૈયાર કરવી પડશે. 


આ પણ વાંચોઃ ભાજપના 25 અને શિંદે જૂથના 13 ધારાસભ્યો બનશે મંત્રી, કેબિનેટ વિસ્તાર પર બની રહી છે સહમતિ  


પીએમ મોદી બોલ્યા- આપણે ફ્યૂચર રેડી રહેવું પડશે, ત્યારે કામ આવશે શિક્ષણ
પોતાના સંસદીય ક્ષેત્ર પહોંચેલા પીએમ મોદીએ કહ્યુ કે, ભારતમાં જે વસ્તુની કલ્પના કરવામાં આવતી નહોતી, તે કામ પણ અમે કર્યા છે. આજે ભારત વિશ્વની સૌથી ઝડપી આગળ વધતી અર્થવ્યવસ્થામાં એક છે. દેશની ગતિ જ્યારે આવી હોય તો પછી આપણે યુવાઓને પણ ખુલી ઉડાન માટે ઉર્જાથી ભરવા પડશે. તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિમાં બાળકોને તેની પ્રતિભા અને સ્કિલના આધાર પર તૈયાર કરવા પર ભાર આપ્યો છે. દેશમાં ઝડપથી આવી રહેલા પરિવર્તન વચ્ચે શિક્ષણ વ્યવસ્થા અને તેની સાથે જોડાયેલા લોકોની ભૂમિકા મહત્વની છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિચારવુ પડશે કે શું આપણે ફ્યૂચર રેડી છીએ. વિશ્વ વિદ્યાલયોએ તે જાણવું જરૂરી છે કે દુનિયામાં શું થઈ રહ્યું છે. 


તમારે વર્તમાનને સંભાળવાનું છે, પરંતુ ભવિષ્ય પ્રમાણે પણ વિચારવું પડશે. તેમણે કહ્યું કે, ઘણીવાર બાળકો સવાલ પૂછે છે તો અધ્યાપક કહે છે કે શું માથુ ખાઈ રહ્યો છે, હકીકતમાં તે માથુ ખાતો નથી પરંતુ સર જવાબ આપી શકતા નથી. આજના બાળકો ગૂગલની સાથે ઘણી જાણકારી પણ રાખવા લાગ્યા છે. ભવિષ્યમાં જ્યારે બાળકો યુનિવર્સિટીમાં જશે તો આપણે તેના સવાલોના જવાબ માટે તૈયાર રહેવું પડશે. તેથી જરૂરી છે કે આપણે ભવિષ્યને જાણીએ અને ખુદને વિકસિત કરીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube