નવી દિલ્હીઃ G7 Summit: જી-7 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગ લેતા પોતાના સંબોધનમાં 'વન અર્થ, વન હેલ્થ'નો મંત્ર આપ્યો છે. જર્મનીના ચાન્સલર એન્જેલા મોર્કલે વિશેષ રૂપથી પીએમના આ મંત્રનો ઉલ્લેખ કર્યો અને તેમનું મજબૂત સમર્થન કર્યું છે. સમિટમાં પીએમ મોદીએ વર્ચ્યુઅલી ભાગ લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનના આમંત્રણ પર ડિજિટલ માધ્યમથી આ સંમેલનમાં હાજરી આપી રહ્યા છે. 


આ સમિટમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ટ્રિપ્સ છૂટને લઈને પીએમ મોદી સાથે થયેલી પોતાની ચર્ચાઓનો પણ ઉલ્લેખ કર્યો. સમિટ દરમિયાન ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ ભારત જેવા વેક્સિન ઉત્પાદકોને કાચા માલની આપૂર્તિ માટે આહ્વાન કર્યું જેથી દુનિયા માટે મોટા પાયે વેક્સિનનું ઉત્પાદન થઈ શકે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 જૂને પણ જી-7ના સત્રમાં ડિજિટલ માધ્યમથી ભાગ લેશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube