ચેન્નઇ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે 14 ફેબ્રુઆરીના રોજ તમિલનાડુ અને કેરલના એકદિવસીય પ્રવાસ પર પહોંચ્યા છે. પ્રધાનમંત્રીએ ચેન્નઇમાં ભારતીય સેનાને 118 અર્જુન ટેન્ક સોંપી હતી. પીએમ મોદીએ તમિલનાડુમાં 3,770 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ચેન્નઇ મેટ્રો રેલ ફેજ-1 એક્સટેંશનનું ઉદઘાટન કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે ચેન્નઇ ઉર્જા અને ઉત્સાહથી ભરેલો છે. આ જ્ઞાન અને રચનાત્મકતાનું શહેર છે. અહીંથી અમે મુખ્ય માળખાગત પ્રોજેક્ટ શરૂ કરીએ છીએ. આ પ્રોજેક્ટ નવાચાર અને સ્વદેશી વિકાસનું પ્રતિક છે. 


પીએમ મોદીએ તમિલનાડુના ખેડૂતોની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે હું ખાદ્ય ઉત્પાદન અને જલ સંસાધનોના સારા ઉપયોગ માટે તમિલનાડુના ખેડૂતોની પ્રશંસા કરવા માંગુ છું. 


પીએમ મોદીએ કહ્યું કે કોરોના મહામારી છતાં તમામ પ્રોજેક્ટને સમયસર પુરા કરવામાં આવ્યા. આ મોટી વાત છે. ચેન્નઇનો મેટ્રો રેલ પ્રોજેક્ટ ઝડપથી મોટો થઇ રહ્યો છે. શહેરોના ટ્રાંસપોર્ટ પર સરકારનું ફોકસ જીવનશૈલી સરળ બનાવશે. 


અહીં તૈનાત કરવામાં આવશે અર્જુન ટેન્ક
ચેન્નઇમાં આજે 124 અર્જુન ટેન્કની પહેલી બેચના બેડામાં 118 ટેન્ક સામેલ થશે. જેને પહેલાં જ સેનામાં સામેલ કરવામાં આવી ચૂકી છે અને તેમને પાકિસ્તાનના મોરચા પર પશ્વિમી રણમાં તૈનાત કરવામાં આવશે. 


જાણી લો 118 અર્જુન ટેન્ક પણ પહેલાંની 124 ટેન્કોની માફક ભારતીય સેનાના બખ્તરબંધ કોરને બે રેજિમેંટ બનાવશે. પશ્વિમી રાજસ્થાનમાં તેના કોર હોવાનો અર્થ છે કે પાકિસ્તાન તેના નિશાનાથી દૂર નથી. 


આજે પ્રધાનમંત્રી લેશે તમિલનાડુ અને કેરળની મુલાકાત, સૈન્યને અર્પણ કરશે યુદ્ધ ટેન્ક


પાકિસ્તાનનો કાળ અર્જુન ટેન્ક
કુલ મળીને પુલવામા બાદ આમ તો પાકિસ્તાન ભારત તરફ આંખ ઉઠાવતા પણ ડરે છે. પરંતુ આગામી સમયમાં જો તેને એવું કંઇ વિચાર્યું તો તેના મનમાં જરૂર આ તસવીર આવશે, જેમાં તેને પોતાનો કાળ દેખાશે. 


સુરક્ષા સાથે હવે Petrol પણ બચાવશે Smart Traffic Helmet, દુર્ઘટના થતાં એમ્બુલન્સને મોકલશે એલર્ટ


અર્જુન ટેન્કની ખાસિયત
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેંટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ અર્જુન ટેન્કની ફાયર પાવર ક્ષમતાને ખૂબ વધારી છે. અર્જુન ટેન્કમાં નવી ટેક્નોલોજીનું ટ્રાંસમિશન સિસ્ટમ છે. તેનાથી અર્જુન ટેન્ક સરળતાથી પોતાના લક્ષ્યને શોધી લે છે. અર્જુન ટેન્ક યુદ્ધના મેદાનમાં પાથરેલી માઇન્સને હટાવીને સરળતાથી આગળ વધવામાં સક્ષમ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube