શ્રીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે છે. સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યાં છે. આ સંવેદનશીલ વિસ્તારમાં આતંકીઓ કોઈ વારદાતને અંજામ ન આપી શકે તે માટે ખ્યાલ રાખવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા આ અંગે એડવાઈઝરી પણ જારી કરવામાં આવી. રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ થયા બાદ પીએમ મોદીનો આ પહેલો પ્રવાસ છે. પીએમ મોદીએ લેહ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો. શિલાન્યાસ કરતા પીએમએ કાર્યક્રમમાં હાજર લોકોને એમ પણ કહ્યું કે શિલાન્યાસ મેં કર્યો છે અને જો તમારા બધાના આશીર્વાદ મળ્યા તો લોકાર્પણ કરવા પણ હું જ આવીશ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે ત્રણ દાયકા અગાઉ આ એરપોર્ટનું જે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું તેના તરફ સમયની સાથે આધુનિકીકરણ તરફ ધ્યાન અપાયું નથી. આજે નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ થયો છે અને બહુ જલદી લોકાર્પણ પણ કરવામાં આવશે. હું તમને વિશ્વાસ અપાવું છું કે જે યોજનાનો શિલાન્યાસ કર્યો હતો તેનું આજે લોકાર્પણ કરવાનું છે. આજે હું જેનો શિલાન્યાસ કરું છું તેનું લોકાર્પણ કરવા પણ હું જ આવીશ. 


હું એક એવો વડાપ્રધાન કે જે દેશના દરેક ખુણામાં ભટકીને આવ્યો છે
તેમણે કહ્યું કે લેહ લદ્દાખ અને કારગિલના વિકાસમાં કેન્દ્ર સરકાર કોઈ કસર છોડશે નહીં. પીએમ મોદીએ કહ્યું કે હું દેશનો એવો વડાપ્રધાન છું કે જે ભારતના દરેક ખુણામાં ભટકીને આવ્યો છે. અધિકારીઓ પાસેથી ઝીણમાં ઝીણી વિગતો જાણી લઉ છું, પરંતુ મને અનુભવ રહે છે. 


નવી રેલ લાઈનથી લેહ-દિલ્હી વચ્ચેનું અંતર ઘટશે
તેમણે કહ્યું કે બિલાસપુર-મનાલી-લેહ રેલ લાઈન પર સર્વે થઈ ચૂક્યો છે. અનેક જગ્યાઓ પર કામ પણ શરૂ  થઈ ગયું છે. રેલ લાઈન બાદ લેહ અને દિલ્હી વચ્ચેનું અંતર ઓછુ થઈ જશે. પીએમ મોદીએ કહ્યું કે મને જાણકારી મળી છે કે લેહ-લદ્દાખમાં 3 લાખ ટુરિસ્ટ આવ્યાં. લગભગ એક લાખ કારગિલ પણ ગયાં. એટલે કે કાશ્મીર આવનારા કુલ પર્યટકોના અડધા લેહમાં આવ્યાં. જલદી લેહ લદ્દાખ અને કારગિલનો વિસ્તાર ટુરિઝમ હબ બનીને ઉભરશે. 



વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લેહ પહોંચ્યા હતાં. તેમણે 220મી કેવીની ટ્રાન્સમિશન લાઈનનું ઉદ્ધાટન કર્યું જેનાથી હવે ખુબ જ ઠંડા વિસ્તારના દરેક ઘરમાં વીજળી પહોંચશે. આ ઉપરાંત નવા ટુરિસ્ટ અને ટ્રેકિંગ રૂટનું પણ ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ 480 કરોડના  ખર્ચે તૈયાર થનારા લેહ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો પણ શિલાન્યાસ કર્યો. 


મળેલી જાણકારી મુજબ પીએમ મોદી લેહ અને જમ્મુની મુલાકાત બાદ બપોરે પછી શ્રીનગરના શેર એ કાશ્મીર ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર પર 2.55 વાગે પહોંચશે. અહીં તેઓ બાંદીપુરા રુરલ બીપીઓના ઉદ્ધાટનની સાથે સાથે માઈગ્રેન્ટ કર્મચારીઓ ટ્રાન્સિટ એકોમોડેશન, 54 મેડિકલ કોલેજ, 11 પ્રોફેશનલ કોલેજ, 1 વુમેન યુનિવર્સિટી, એમ્સ અવન્તીપુરા પુલવામાની આધારશીલા રાખવાની સાથે સાથે વીજળી પરિયોજનાઓનું ઉદ્ધાટન કરીને તેમને રાજ્યના નામે કરશે. આ ઉપરાંત અનેક વિકાસ પરિયોજનાઓની જાહેરાતો પણ કરશે. તેઓ ડાલ ઝીલમાં બોટિંગ પણ કરી શકે છે.