મુંબઈઃ પાંચ મહિનાની તીરા કામત (teera kamat) નો મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેના માતા-પિતા પ્રિયંકા કામત અને મિહિર કામત અનુસાર, તેમની પુત્રીને સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી (SMA) નામની બીમારી છે. આ બીમારી એવી છે જેની સારવાર Zolgensma નામના એક ખાસ ઇન્જેક્શનથી જ સંભવ છે. તેને અમેરિકાથી મંગાવવું પડે છે અને તેની સારવારનો ખર્ચ આશરે 16 કરોડ રૂપિયા થાય છે. તે પણ ટેક્સ વગર. તેમાં ઇમ્પોર્ટ ડ્યૂટી અને ટેક્સ જોડવામાં આવે તો કિંમત 22 કરોડ રૂપિયા સુધી પહોંચી જાય છે. કોઈ મધ્યમવર્ગીય પરિવાર માટે આ બીમારીની સારવાર કરાવવી સંભવ નથી. તેવામાં મિહિર અને પ્રિયંકાએ ક્રાઉડફન્ડિંગ દ્વારા આ રકમ ભેગી કરવાનું વિચાર્યું. ANI પ્રમાણે તેમણે આશરે 15 કરોડ રૂપિયા ભેગા કરી લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરોડોની દવા પર લાગે છે 35% ટેક્સ
મિહિર અને પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર અપીલમાં લખ્યુ કે દવાઓ પર 23 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી અને 12 ટકા જીએસટી લાગે છે જેથી સારવારનો ખર્ચ વધુ વધી જાય છે. તેમણે કહ્યું કે, દવાને ભારત લાવવામાં ઘણું પેપરવર્ક કરવું પડે છે જેમાં આશરે એક મહિનાનો સમય લાગે છે. આ બધા વચ્ચે તીરા જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહી છે.


માતા-પિતાએ જાન્યુઆરીમાં કરી હતી અપીલ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube